શોધખોળ કરો
Advertisement
Honda Activa એ ભારતમાં પૂરા કર્યા 20 વર્ષ, ખાસ અવસર પર લોન્ચ કરી એનિવર્સરી એડિશન
એક્ટિવાએ એનિવર્સરી એડિશનના લુકમાં બદલાવ કર્યો છે. તે બે કલર ઓપ્શન પર્લ નાઇટસ્ટાર બ્લેક અને મેટ બ્રાઉન મેટાલિકમાં ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધારે વેચાતા સ્કૂટર હોન્ડા એક્ટિવાએ 20 વર્ષ પૂરા કરી લીધા છે. કંપનીએ આ ખાસ અવસર પર એક્ટિવા એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે, જેની કિંમત 66,186 રૂપિયા રાખવામાં આવી છે. સ્ટાન્ડર્ડ અને ડીલક્સ એમ બે વેરિયન્ટમાં એક્ટિવા લોન્ચ કરાયું છે. ડીલક્સ વેરિયનન્ટી એક્સ શો રૂમ કિંમત 68,316 રૂપિયા છે. એક્ટિવાની આ એનિવર્સરી એડિશનની કિંમત વર્તમાન મોડલ કરતાં 1500 રૂપિયા વધારે છે.
હોન્ડાએ 20 વર્ષ પહેલા 2001માં પ્રથમ એક્ટિવા લોન્ચ કરી હતી. હોન્ડા દર વર્ષે નેકસ્ટ જનરેશન એક્ટિવા માર્કેટમાં ઉતારે છે. ભારતમાં અત્યાર સુધીમાં 22 લાખથી વધારે યુનિટનું વેચાણ થયું છે. હીરો સ્પલેંડર બાદ ભારતમાં વેચાતું બીજા નંબરનું ટૂ વ્હીલર છે.
એક્ટિવાએ એનિવર્સરી એડિશનના લુકમાં બદલાવ કર્યો છે. તે બે કલર ઓપ્શન પર્લ નાઇટસ્ટાર બ્લેક અને મેટ બ્રાઉન મેટાલિકમાં ઉપલબ્ધ છે. તેની સાઇડમાં ગોલ્ડ કલરનો એક્ટિવા બેઝ આપવામાં આવ્યો છે. તેના ફ્રંટ અને સાઇમાં વ્હાઇટ અને યલો કલના લાંબા સ્ટ્રિપ્સ આપવામાં આવ્યા છે. બ્લેક સ્ટીલ વ્હીલ્સ અને બ્લેક કૈંકકેસ કવર આપવામાં આવ્યું છે.
કંપનીએ તેના એન્જિનમાં કોઇ બદલાવ નથી કર્યો. તેમાં એક્ટિવા 6Gમાં પહેલાથી મળી રહેલા BS6 કમ્પલાયંટ 195.5 CCના ફ્યૂલ ઈંજેક્ટે સિંગલ સિલિડંરનો યૂઝ કરવામાં આવ્યો છે. ભારતીય માર્કેટમાં તેનો મુકાબલો ટીવીએસ જ્યુપીટર અને હીરો મેસ્ટ્રો એજ સાથે છે.
નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી ? જાણો મહત્વના સમાચાર
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યના 12 જિલ્લામાં નાંખવામાં આવ્યો રાત્રિ કર્ફ્યુ, કોવિડ હોટસ્પોટમાં લાદયું સંપૂર્ણ લોકડાઉન
Corona Vaccine: કોરોનાની સારવારમાં 94 ટકા અસરકારક સાબિત થઈ આ રસી, ઉપયોગ માટે કરશે અરજી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion