શોધખોળ કરો

BS6 Honda Civic ડીઝલ ભારતમાં લોન્ચ, Hyundai Elantra સાથે થશે મુકાબલો

હોન્ડા કોર્સ ઈન્ડિયા (HCIL)એ ભારતમાં પોતાની એક્ઝિક્યૂટિવ સેડાન 10th જેનેરેશન સિવિક BS-6 ડિઝલ મોડલ લોન્ચ કર્યું છે.

નવી દિલ્હી: હોન્ડા કોર્સ ઈન્ડિયા (HCIL)એ ભારતમાં પોતાની એક્ઝિક્યૂટિવ સેડાન 10th જેનેરેશન સિવિક BS-6 ડિઝલ મોડલ લોન્ચ કર્યું છે. છેલ્લા વર્ષે માર્ચમાં હોન્ડા સિવિકનું પેટ્રોલ મોડલ BS-6 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. આવો જાણીએ નવી સિવિક ડીઝલની કિંમત અને તેના એન્જીન વિશે. BS-6 Honda Civic ડીઝલની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત આ પ્રકારે છે Civic Diese VX MT: 20,74,900 રૂપિયા Civic Diese ZX MT: Rs 22,34,900 રૂપિયા હોન્ડા કોર્સ ઈન્ડિયાના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર, માર્કેટિંગ અને સેલ્સ, રાજેશ ગોયલે કહ્યું કે હોન્ડા ભારતીય બઝારમાં પોતાની લેટેસ્ટ અને એડવાન્સ પર્યાવરણ અનુકૂળ ટેકનીકને લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારી લોકપ્રિય સેડાન હોન્ડા સિવિકના BS-6 ડીઝલ મોડલની શરૂઆત સાથે, અમારી પૂરી સેડાન શ્રૃખંલા અમારા ગ્રાહકોની માંગ પૂરી કરવા માટે પેટ્રોલ અને ડીઝલ બંનેની પસંદ રજૂ કરશે. ડીઝલ સિવિક મેન્યૂઅલ ટ્રાંસમિશનમાં ઉપલબ્ધ છે અને આ એક શાનદાર ડ્રાઈવિંગ અનુભવનો આનંદ લેતા ગ્રાહકોને આકર્ષિત કરશે. એન્જીનની વાત કરવામાં આવે તો સિવિકમાં BS-6 અર્થ ડ્રીમ ટેક્નોલોજીવાળુ 1.6 લી i-DTEC ટર્બો ડીઝલ એન્જીન લાગ્યું છે જે 120 પીએસનો પાવર અને 300 એનએમ ટોર્ક આપે છે. તેમાં 6-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. નવી સિવિક BS-6 નું ડીઝલ મોડલ વીએક્સ અને જેડએક્સ ગ્રેડમાં ઉપલબ્ધ થશે. આ કાર 23.9 કિમી/લીટરની એવરેજ આપે છે. ફીચર્સની વાત કરવામાં આવે તો નવી સિવિક એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો અને 17.7 સેમી ડિજિટલ ટીએફટી મીટર સાથે 17.7 સેમી ટચ સ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ લાગેલી છે. તેમાં ઈલેક્ટ્રિક સનરૂફ, ડીઆરએલ સાથે એલઈડી હેડલેમ્પ, એલઈડી ફોગ લેમ્પ અને એલઈડી ટેલ લેમ્પ મળે ચે. આ સિવાય તેમાં 17 ઈંચ એલોય વ્હીલ, પુશ સ્ટાર્ટ, સ્માર્ટ એન્ટ્રી, ડ્યૂઅલ-જોન ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, 8-વે પાવર ડ્રાઈવર સીટ, ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક અને મલ્ટી- એન્ગલ રિયરવ્યૂ કેમેરા જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, 6 એરબેગ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, EBD,બ્રેક અસિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હ્યૂન્ડાઈએ હાલમાં જ પોતાની એક્સક્લૂઝિવ સેડાન કાર Elantra નું BS6 ડીઝલ મોડલ લોન્ચ કર્યું છે. કંપનીના BS6 Hyundai Elantra ડીઝલ બે મોડલ SX MT અને SX (O) AT માં રજૂ કરવામાં આવ્યું છે. તેની કિંમક ક્રમશ: 18.70 લાખ અને 20.65 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હ્યૂન્ડાઈ Elantra ડીઝલમાં BS6 કમ્પ્લાયન્ટ 1.5-લીટર એન્જીન આપ્યું છે જે 113 bhp નો પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. તેના Elantra SX MT મોડલમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને Elantra SX (O) AT મોડલમાં 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

23.6 kmpl માઈલેજ અને ₹8.29 લાખ કિંમત! આ છે દેશની સૌથી સસ્તી ડીઝલ કાર
23.6 kmpl માઈલેજ અને ₹8.29 લાખ કિંમત! આ છે દેશની સૌથી સસ્તી ડીઝલ કાર
64,600 રુપિયા સસ્તી મળી રહી છે આ પોપ્યૂલર કાર, જાણો શાનદાર ઓફર વિશે
64,600 રુપિયા સસ્તી મળી રહી છે આ પોપ્યૂલર કાર, જાણો શાનદાર ઓફર વિશે
ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીની કાર કઈ, જુઓ Top-5 કારનું લિસ્ટ 
ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીની કાર કઈ, જુઓ Top-5 કારનું લિસ્ટ 
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget