Honda Elevate Booking: આ તારીખથી શરુ થશે હોન્ડા એલિવેટનું બુકિંગ, જાણો ડિટેલ્સ
હોન્ડાએ વૈશ્વિક સ્તરે તેની નવી માઇક્રો એસયુવી હોન્ડા એલિવેટ રિવીલ કરી છે, જે તહેવારોની સિઝનમાં લોન્ચ થવાની અપેક્ષા છે.
Honda Elevate SUV: હોન્ડાએ વૈશ્વિક સ્તરે તેની નવી માઇક્રો એસયુવી હોન્ડા એલિવેટ રિવીલ કરી છે, જે તહેવારોની સિઝનમાં લોન્ચ થવાની અપેક્ષા છે. જ્યારે ઘણા ડીલરોએ પણ બિનસત્તાવાર રીતે તેના માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, ઘણા ડીલરોના જણાવ્યા અનુસાર, કંપની આ SUV માટે 3 જુલાઈ, 2023થી બુકિંગ લેવાનું શરૂ કરશે. જે ગ્રાહકો રૂ. 21,000ની ટોકન રકમ સાથે તેમની નજીકની ડીલરશીપ પર જઈને બુક કરાવી શકશે. જો કે કંપની દ્વારા આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી.
હોન્ડા એલિવેટની ડિઝાઇન વિશે વાત કરીએ તો તેમાં સ્લિમ એલઇડી હેડલાઇટ્સ સાથે જોડાયેલી મોટી પિયાનો બ્લેક ગ્રિલ મળે છે. આ સિવાય તેમાં 17 ઈંચના એલોય વ્હીલ્સ, રૂફ રેલ્સ અને શાર્ક ફિન એન્ટેના પણ છે.
જો તેના પાછળના લૂકની વાત કરવામાં આવે તો તેમાં એલ સેપ એલઈડી ટેલ લાઈટ અને બે રિફ્લેક્ટર સાથે સ્કિડ પ્લેટ્સ પણ આપવામાં આવી છે.
Honda Elevate ના ડાઈમેન્સન વિશે વાત કરીએ તો તે લંબાઈમાં 4312mm, પહોળાઈમાં 1790mm, ઊંચાઈ 1650mm અને 2650mmનો વ્હીલબેસ ધરાવે છે. આ સિવાય તેને 458 લિટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 220mm છે.
હોન્ડા એલિવેટના કેબિન ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 10.25-ઇંચ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જિંગ, વાયરલેસ સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન (એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે), સિંગલ-પેન સનરૂફ છે. આ સિવાય તેમાં હોન્ડ સેસિંગ એડીએએસ સ્યૂટ પણ ઉપલબ્ધ છે.
એલિવેટ એડીએએસ ફિચર્સથી પણ સજ્જ છે જેમાં ઇમરજન્સી બ્રેકિંગ, લેન કીપિંગ આસિસ્ટ, એડાપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન, ઓટો હાઈ બિમ આસિસ્ટ અને કોલિઝન વાર્નિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
Honda Elevateમાં મળેલા એન્જિનની વાત કરીએ તો તેમાં સિંગલ 1.5l 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 121hp પાવર અને 145Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જે 6 સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે.
Honda Elevate ચાર વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે અને જ્યારે કિંમતની વાત કરવામાં આવે તો તેની પ્રારંભિક કિંમત રૂ. 10.5 લાખ એક્સ-શોરૂમથી શરૂ થઈ શકે છે.
લોન્ચ કર્યા પછી, Honda Elevate Hyundai Creta, Kia Seltos, Maruti Suzuki Grand Vitara અને Toyota Highrider જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે.