માર્કેટમાં આવી રહી છે Hyundai Creta EV, રેન્જથી લઇને ફિચર્સ અને લૉન્ચિંગ ડેટ આવી સામે
Hyundai Creta EV Launching Soon: Creta Electric Tata Curve EV અને મારુતિ સુઝુકીની આગામી E Vitara જેવી કાર સાથે સ્પર્ધા કરશે

Hyundai Creta EV Launching Soon: સાઉથ કોરિયન કાર કંપની હ્યૂન્ડાઇએ મોટો ધમાકો કરવા માટે તૈયારી કરી લીધી છે. ઉત્તરાયણના પર્વ બાદ ઇવી કારનું શાનદાર લૉન્ચિંગ કરશે. માહિતી પ્રમાણે, કાર નિર્માતા Hyundaiએ આખરે તેની ઈલેક્ટ્રિક SUV Creta EVની લૉન્ચ તારીખ જાહેર કરી દીધી છે. Hyundai Creta EV 17 જાન્યુઆરીથી આયોજિત ભારત મૉબિલિટી ગ્લૉબલ એક્સ્પૉ 2025માં રજૂ કરવામાં આવશે. ભારત મૉબિલિટી ગ્લૉબલ એક્સ્પૉના પ્રથમ દિવસે Creta Electric લૉન્ચ કરવામાં આવશે.
Hyundai Creta EV ભારતમાં બ્રાન્ડની ત્રીજી ઇલેક્ટ્રિક કાર હશે, જેનું ઉત્પાદન ભારતમાં જ થશે. તેની ડિઝાઈન તાજેતરમાં લૉન્ચ કરાયેલા ફેસલિફ્ટેડ પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ પર આધારિત હશે. ઇલેક્ટ્રિક કાર માટે આમાં ખાસ ફેરફાર કરવામાં આવશે. તેના બાહ્ય ભાગમાં કેટલાક ફેરફારો કરી શકાય છે.
કેટલી રેન્જ મળવાની સંભાવના ?
Creta Electric Creta ICE પર આધારિત છે, જેમાં 45kwh બેટરી પેક આપી શકાય છે. આ અંદાજે 400 થી 450 કિમીની રેન્જ આપી શકે છે. આ સિવાય કંપની તેમાં અન્ય બેટરી ઓપ્શન પણ આપી શકે છે. તેની રેન્જ લગભગ 500 કિમી હોઈ શકે છે. આ SUVમાં માત્ર સિંગલ મૉટર ઓપ્શન આપી શકાય છે.
Creta Electric Tata Curve EV અને મારુતિ સુઝુકીની આગામી E Vitara જેવી કાર સાથે સ્પર્ધા કરશે. નવી સ્ટાઇલ સાથે આગળ અને પાછળના બમ્પર Creta EVમાં જોઈ શકાય છે. આ સિવાય તેમાં ખાલી ગ્રીલ અને નવા એલૉય વ્હીલ્સ મળવાની અપેક્ષા છે. આ સાથે કારમાં લક્ઝરી ઈન્ટીરીયર તેમજ હાઈટેક ફિચર્સ હોવાની અપેક્ષા છે.
કેટલાય એડવાન્સ ફિચર્સ સાથે આવશે Creta EV -
Hyundai Creta EV ની અંદર ઘણી પ્રીમિયમ અને અદ્યતન સુવિધાઓ પ્રદાન કરવામાં આવે તેવી અપેક્ષા છે. નવા 3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, 10.25 ઇંચની ડિજિટલ સ્ક્રીન, ડ્યૂઅલ ઝૉન ક્લાઇમેટ કંટ્રૉલ, ડ્યૂઅલ કપ હૉલ્ડર, EPB, ઓટો હોલ્ડ ફંક્શન, ADAS, 360-ડિગ્રી કેમેરા સાથેનો નવો રૉટરી ડાયલ જેવી સુવિધાઓ તેમાં જોઈ શકાય છે.
આ પણ વાંચો
Royal Enfield Bullet 350 ખરીદવા માટે કેટલી આપવી પડશે EMI? જાણો કેટલું આપવું પડશે ડાઉન પેમેન્ટ