Honda CB300F: હોન્ડાએ લૉન્ચ કરી દેશની પ્રથમ 300 ccની Flex-Fuel બાઇક, કિંમત છે આટલી
Honda CB300F Flex-Fule Bike: કંપનીએ ગયા ભારત મૉબિલિટી શૉમાં પહેલીવાર આ ફ્લેક્સ-ફ્યૂઅલ બાઇકનું પ્રદર્શન કર્યું હતું. આ બાઈક E85 ઈંધણ પર ચાલશે
Honda CB300F Flex-Fule Bike: Honda Motorcycle & Scooter India (HMSI) એ સત્તાવાર રીતે નવી CB300F ફ્લેક્સ-ફ્યૂઅલ બાઇક લૉન્ચ કરી છે, જે ભારતની પ્રથમ 300 cc ફ્લેક્સ-ફ્યૂઅલ મોટરસાઇકલ છે. આ બાઇકના લૉન્ચ સાથે જ કંપનીએ તેનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ખરીદદારો હવે હોન્ડાની બિગવિંગ ડીલરશીપ પર 2024 હોન્ડા CB300F ફ્લેક્સ-ફ્યૂઅલ બૂક કરી શકે છે અને તેની કિંમત રૂ. 1.70 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
કેવી છે નવી Honda CB300F:
કંપનીએ ગયા ભારત મૉબિલિટી શૉમાં પહેલીવાર આ ફ્લેક્સ-ફ્યૂઅલ બાઇકનું પ્રદર્શન કર્યું હતું. આ બાઈક E85 ઈંધણ પર ચાલશે. એટલે કે તેમાં વપરાતું ઇંધણ 85 ટકા ઇથેનૉલ અને 15 ટકા પેટ્રોલ હશે. ફ્લેક્સ-ફ્યૂઅલ એન્જિન સિવાય કંપનીએ આ બાઇકમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ બાઇકનો લૂક, ડિઝાઇન અને હાર્ડવેર વગેરે પહેલા જેવા જ છે.
આ બાઇક મોટાભાગે સ્ટાન્ડર્ડ મૉડલ જેવી જ છે. તેમાં LED હેડલાઇટ અને મસ્ક્યૂલર બૉડી વર્ક જોવા મળે છે. તેના ફ્રન્ટને થોડો વધુ શાર્પ બનાવવામાં આવ્યો છે, જે તેને સ્પૉર્ટી અપીલ આપે છે. આ બાઇકને બે કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. જેમાં લાલ અને રાખોડી રંગનો સમાવેશ થાય છે. તેના ડિસ્પ્લેમાં ઈથેનોલ ઈન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે.
પાવર અને પરફોર્મન્સ
કંપનીએ આ બાઇકમાં 293.5 cc ક્ષમતાના સિંગલ-સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 24.5bhpનો પાવર અને 25.9Nmનો ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબૉક્સ સાથે જોડાયેલું છે. આ બાઇકમાં LED ઇલ્યૂમિનેશન સાથે પહેલાની જેમ જ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સૉલ છે.
હાર્ડવેર વિશે વાત કરીએ તો, કંપનીએ CB300Fમાં એન્ટિ લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને ટ્રેક્શન કંટ્રોલ જેવા ફિચર્સ સામેલ કર્યા છે. તેના આગળના ભાગમાં સોનેરી રંગનું અપ-સાઇડ-ડાઉન (USD) ફોર્ક સસ્પેન્શન છે. મોનોશોક સસ્પેન્શન પાછળના ભાગમાં ઉપલબ્ધ છે. આ બાઇકના બંને વ્હીલમાં સિંગલ ડિસ્ક બ્રેક ઉપલબ્ધ છે.
આ પણ વાંચો
Electric Car: 75,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ અને ફ્રી ચાર્જિંગ, Tata ની આ કાર પર આવી દિવાળી ઓફર