Innova Hycross: ટોયોટા ઈનોવા હાઈક્રોસ હાઈબ્રિડની શાનદાર તસવીરો આવીસામે
ઈનોવા ઝેનિક્સ (ઇન્ડોનેશિયામાં વેચાતું મોડેલ)માં સૌથી મોટો ફેરફાર પાછળની સીટોમાં કરવામાં આવ્યો છે. આ એક શાનદાર લક્ઝરી કાર રિયર સીટ્સ છે, જેમાં એક્સ્ટેન્ડેબલ લેગ રેસ્ટ અને કેપ્ટન સીટ આપવામાં આવશે.
Toyota Innova Hycross Interior: ભારતમાં આ મહિનાની 25મી તારીખે ટોયોટા ઈનોવા હાઈક્રોસ રજૂ થવા જઈ રહી છે. આ અગાઉ પણ આ કારના ઈન્ટિરિયરની કેટલીક તસવીરો સામે આવી ચુકી છે. જે આ MPV/ક્રોસઓવર માટે એક નવો એજન્ડા સામે લાવે છે. તેના ઈન્ટિરિયરમાં ઘણી નવી ટેક્નોલોજીની સાથે લક્ઝરી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કંપની માટે એક આકર્ષક અને મોટું પગલું છે.
સુવિધાઓ કેવી છે?
ડેશબોર્ડની ડિઝાઇન પણ સામાન્ય રીતે અન્ય ટોયોટા કાર જેવી જ છે. પરંતુ આ મોડલમાં હવે ડેશબોર્ડની ટોચ પર ટચસ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે વચ્ચે સ્ટોરેજની જગ્યા બનાવવા માટે ગિયર લીવર ઉપર રાખવામાં આવ્યું છે. તે ઘણાં બધાં સોફ્ટ ટચ ઇન્સર્ટ અને સિલ્વર ફિનિશની સાથે પ્રીમિયમ લૂક આપવામાં આવ્યો છે. સેન્ટર કન્સોલમાં બટનોનું ક્લિયર લેઆઉટ છે જ્યારે સેન્ટર આર્મરેસ્ટ પણ ખાસ્સુ મોટું છે. સ્ટીયરિંગ વ્હીલની ડિઝાઇન ટોયોટા માટે સ્પેશિયલ છે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વચ્ચે એક મોટી ડિજિટલ સ્ક્રીન પણ આપવામાં આવી છે. જાહેર છે કે, ઇનોવા હાઇક્રોસમાં 360-ડિગ્રી કેમેરા ડિસ્પ્લે, એક વિશાળ ડબલ પેન પેનોરેમિક સનરૂફ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, એલઇડી એમ્બિયન્ટ લાઇટિંગ સહિતના અનેક ફિચર્સ મળી રહેશે.
આ બાબતે રાખવામાં આવી છે ખાસ કાળજી
ઈનોવા ઝેનિક્સ (ઇન્ડોનેશિયામાં વેચાતું મોડેલ)માં સૌથી મોટો ફેરફાર પાછળની સીટોમાં કરવામાં આવ્યો છે. આ એક શાનદાર લક્ઝરી કાર રિયર સીટ્સ છે, જેમાં એક્સ્ટેન્ડેબલ લેગ રેસ્ટ અને કેપ્ટન સીટ આપવામાં આવશે. આ સુવિધા ટોપ-એન્ડ વર્ઝન માટે ઉપલબ્ધ હશે અને અન્ય વેરિઅન્ટમાં બેન્ચ સીટની સુવિધા મળશે. સાથે જ તેમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી પણ આપવામાં આવશે.
ડિઝલ એંજિન નહીં મળે
અગાઉ જણાવ્યા મુજબ, નવી પેઢીની ઈનોવા સાથે ડીઝલ એન્જિનનો કોઈ વિકલ્પ નહીં હોય. જોકે જૂની ક્રિસ્ટાનું વેચાણ આ કાર સાથે જ યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. નવી ઇનોવા હાઇક્રોસ હાઇબ્રિડ પાવરટ્રેન હશે જે પહેલાથી જ કેમરી અને હાઇરાઇડર સહિત અન્ય ટોયોટા કાર સાથે જોવા મળી ચુક્યો છે.