New Generation Kia Carnival: કિઆએ જાહેર કરી નવી કાર્નિવલ એમપીવીની ઈન્ટીરિયર તસવીરો
થોડા દિવસો પહેલા આપણને આગામી કિઆ કાર્નિવલ લક્ઝરી MPVની ઝલક જોવા મળી હતી, જે આ MPVનું નેક્સ્ટ જનરેશન મોડલ છે.
2024 Kia Carnival: થોડા દિવસો પહેલા આપણને આગામી કિઆ કાર્નિવલ લક્ઝરી MPVની ઝલક જોવા મળી હતી, જે આ MPVનું નેક્સ્ટ જનરેશન મોડલ છે. કંપનીએ હવે આ નવા મોડલના ઈન્ટિરિયરને દર્શાવતી તસવીર જાહેર કરી છે, જેમાં ઘણી રસપ્રદ વિગતો સામે આવી છે. જોકે, બેઝિક કેબિન લેઆઉટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેની નવી ડ્યુઅલ ટોન કલર સ્કીમ એકદમ આકર્ષક લાગે છે.
કેવુ છે ઈન્ટીરિયર ?
આ અપડેટેડ મોડલની સૌથી ખાસ વાત એ છે કે એક ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપની શરુઆત છે. પ્રથમ સ્ક્રીન અદ્યતન ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે છે, જે નવી સ્માર્ટફોન કનેક્ટિવિટી સુવિધાઓથી સજ્જ છે. જ્યારે બીજી સ્ક્રીન ડિજિટલ ક્લસ્ટર માટે આપવામાં આવી છે. તેના સેન્ટર કન્સોલને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ટચ-આધારિત બટનો અને ગિયર પસંદગી માટે નવી રોટરી નોબ છે, જે અદ્યતન અનુભવ પ્રદાન કરે છે. તેના ડેશબોર્ડ અને સ્ટીયરિંગ વ્હીલને 2024 કિયા કાર્નિવલમાં જાળવી રાખવામાં આવ્યા છે. આ MPVની અન્ય વિશેષતાઓ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ MPV એડવાન્સ્ડ ADAS સ્યુટ સાથે EV9 મોડલમાંથી લેવામાં આવેલી નવી સીટ અપહોલ્સ્ટરી મેળવી શકે છે. જેમાં એડોપ્ટીવ ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ, લેન આસિસ્ટ અને બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
ડિઝાઇન
ડિઝાઈનની વિગતો વિશે વાત કરીએ તો, નવા કાર્નિવલમાં ક્રોમ એક્સેંટથી શણગારેલી પહોળી ફ્રન્ટ ગ્રિલ, ખાસ DRL સાથેનો L-આકારનો હેડલેમ્પ અને અન્ય ઘણી વિગતો મળવાની શક્યતા છે. તેના નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ વૈશ્વિક મોડલ EV5 અને EV9 જેવા જ છે. પાછળના ભાગમાં સમાન L-આકારના ટેલલેમ્પ્સ મળે છે, જે વિશિષ્ટ ક્રોમ વિગતો સાથે મેટ બ્લેક બમ્પર સાથે LED લાઇટ બાર દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.
પાવરટ્રેન
વૈશ્વિક બજારમાં, નવી કિઆ કાર્નિવલ ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે, જેમાં બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. આ MPV ને અપડેટેડ 1.6-લિટર ટર્બો પેટ્રોલ હાઇબ્રિડ પાવરટ્રેન મળી છે, જે 227bhp પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, તે હાલના 2.2-લિટર ડીઝલ એન્જિન સાથે ભારતીય બજારમાં આવવાની અપેક્ષા છે. જે 200bhpનો મહત્તમ પાવર અને 440Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેને 8-સ્પીડ 'સ્પોર્ટ્સમેટિક' ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. ભારતમાં નવી કિઆ કાર્નિવલને CKD યુનિટ તરીકે લાવવામાં આવશે.