GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળી રહી છે Scorpio N ? ખરીદતા પહેલા જાણી લો
ભારતમાં GST સ્લેબ માળખામાં ફેરફારની અસર દેખાવા લાગી છે. કાર ઉત્પાદક મહિન્દ્રાએ GST લાગુ થાય તે પહેલાં જ કિંમતો ઘટાડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Mahindra scorpio N : ભારતમાં GST સ્લેબ માળખામાં ફેરફારની અસર દેખાવા લાગી છે. કાર ઉત્પાદક મહિન્દ્રાએ GST લાગુ થાય તે પહેલાં જ કિંમતો ઘટાડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. કંપનીએ Thar, Scorpio, Bolero અને XUV700 જેવી તેની લોકપ્રિય SUV ની કિંમતોમાં 1.56 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તમે પણ તહેવાર પર કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તે પહેલા નવા લેટેસ્ટ રેટ્સ જાણીલો. ચાલો વિગતવાર જાણીએ.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે કંપની 22 સપ્ટેમ્બરની રાહ જોશે નહીં. તેમણે કહ્યું, "બધા લોકો 22 સપ્ટેમ્બર કહી રહ્યા છે... અમે કહ્યું હમણાં જ. ગ્રાહકોને 6 સપ્ટેમ્બરથી જ મહિન્દ્રા લાઇનઅપના તમામ વાહનો પર GSTનો લાભ મળશે."
મહિન્દ્રા સ્કોર્પિયો હવે કેટલી સસ્તી મળશે?
મહિન્દ્રા સ્કોર્પિયો N પર હાલમાં GST અને સેસ સહિત 48 ટકા ટેક્સ લાગે છે. GSTમાં ફેરફાર પછી, આ વાહન પર હવે આ ટેક્સ 40 ટકા થશે. આ રીતે, તમને મહિન્દ્રા સ્કોર્પિયો N પર 1 લાખ 45 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
મહિન્દ્રા સ્કોર્પિયો N તેની મજબૂત બિલ્ડ ગુણવત્તા અને ઓફ-રોડિંગ ક્ષમતા માટે જાણીતી છે. તેની કિંમત 13.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 25.62 લાખ રૂપિયા સુધી જાય છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો છે.
આ SUV માં 6 એરબેગ્સ, ADAS, રીઅર કેમેરા, 8-ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ અને વેન્ટિલેટેડ સીટ્સ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. સનરૂફ અને ક્રુઝ કંટ્રોલ તેને વધુ પ્રીમિયમ બનાવે છે.
મહિન્દ્રા સ્કોર્પિયો N નું એન્જિન
મહિન્દ્રા સ્કોર્પિયો N ના Z4 વેરિઅન્ટના એન્જિન અને પ્રદર્શન વિશે વાત કરીએ તો તેમાં બે એન્જિન વિકલ્પો છે. પહેલું 2.0 લિટર mStallion ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 203 PS પાવર અને 380 Nm ટોર્ક (ઓટોમેટિક વર્ઝનમાં) આપે છે. આ એન્જિન 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે.
બીજો વિકલ્પ 2.2 લિટર mHawk ડીઝલ એન્જિન છે, જે રીઅર-વ્હીલ ડ્રાઇવમાં 132 PS અને 300 Nm ટોર્ક આપે છે. તેનું 4WD વર્ઝન (Z4 E) 175 PS અને 370 Nm ટોર્ક જનરેટ કરે છે, જોકે તે હાલમાં ફક્ત મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે.





















