Mahindra XUV 400 EL મહિન્દ્રાની ટૂંક સમયમાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર,આ સેફ્ટી ફિચર્સનો વધારો ગ્રાહકોને આકર્ષાશે, જાણો કિંમત
Mahindra XUV 400 Rival: આ ઇલેક્ટ્રિક SUV બજારમાં Tata Nexon EV Max સાથે સ્પર્ધા કરે છે, જે હાલમાં દેશમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV છે.
Mahindra XUV 400 EL Update:ભારતીય ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતીય 2024 માં દેશમાં તેની બોર્ન-ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ-આધારિત SUV લોન્ચ કરશે. હાલ તે કંપનીના EV પોર્ટફોલિયોમાં XUV400 મોજૂદ છે જે અપડેટેડ XUV300 પ્લેટફોર્મ પર આધારિત છે. XUV300 કોમ્પેક્ટ SUV પણ મોટા અપડેટ્સ સાથે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેને પેનોરેમિક સનરૂફ સાથે સંપૂર્ણપણે નવું ઇન્ટિરિયર મળશે, જે ઘણી બધી નવી સુવિધાઓથી સજ્જ હશે. અપડેટેડ XUV 400 ને પણ પેનોરેમિક સનરૂફ મળવાની અપેક્ષા છે, જે 2025 માં લોન્ચ થશે.
અપડેટેડ ઇલેક્ટ્રિક એસયુવી
મહિન્દ્રાએ XUV400 ઈલેક્ટ્રિક SUVના ટોપ-સ્પેક EL વેરિઅન્ટમાં ઘણી નવી સુરક્ષા સુવિધાઓ અને અન્ય આરામ સુવિધાઓનો સમાવેશ કર્યો છે. તેની એક્સ-શોરૂમ કિંમત હવે રૂ. 19.19 લાખથી શરૂ થાય છે. ટોપ-સ્પેક EL ટ્રીમમાં હવે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ આસિસ્ટ, ઓટો-ડિમિંગ IRVM, ક્રૂઝ કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, બૂટ લેમ્પ, ફોગ લેમ્પ અને બે ટ્વીટર સાથે 4 સ્પીકર સિસ્ટમ સહિતની સુરક્ષા તેની વિશેષતાઓ છે.
બેટરી અને રેન્જ
મહિંન્દ્રા XUV400 EL ટ્રીમમાં ફ્રંટ એક્સલ પર એક સિંગલ ઇલેક્ટ્રીટ મોટર લગાવેલી છે. જે 150 hpની પાવર અને 310 Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ ફ્રંટ એક્સલ માઉંટેડ મોટર 39.4kWh બેટરી પેકથી જોડાયેલી છે. તેમાં 456 કિલોમીટર પ્રતિ ચાર્જની રેન્જ મળવાનો દાવો છે. તેની એન્ટ્રી લેવલ ઇસી ટ્રીમમાં 34.5kWhનું બેટરી પેક પણ મળે છે. જેમાં 375 કિમી પ્રચિ ચાર્જની રેન્જ મળે છે.
કિંમતમાં થયો વધારો
અપડેટેડ EL ટ્રીમની કિંમતોમાં 20.000 રૂપિયાનો વધારો થયો છે. તેની બેસ ઇસી ટ્રીમની એક શો રૂમ કિમત રૂ. 15.99 લાખથી રૂ. 16.49 લાખ. જ્યારે EL ટ્રીમની એક્સ-શોરૂમ કિંમત હવે રૂ. 19.19 લાખથી રૂ. 19.39 લાખ સુધીની છે.
જેની સાથે સ્પર્ધા કરે છે
આ ઇલેક્ટ્રિક SUV બજારમાં Tata Nexon EV Max સાથે સ્પર્ધા કરે છે, જે હાલમાં દેશમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક SUV છે. પ્રતિ ચાર્જ 453 કિલોમીટરની રેન્જ હોવાનો દાવો કરવામાં આવે છે.