શોધખોળ કરો

Discounts on Maruti Cars: મારુતિ આપી રહી છે પોતાની નેક્સા કાર પર ભારે છૂટ, 65,000 રુપિયા સુધી કરો બચત 

વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા સપ્ટેમ્બર મહિનામાં તેના નેક્સા લાઇનઅપના કેટલાક પસંદ કરેલા મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Discount on Maruti Suzuki Nexa Cars: વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા સપ્ટેમ્બર મહિનામાં તેમના નેક્સા લાઇનઅપના કેટલાક પસંદ કરેલા મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ મોડલમાં બલેનો, ઇગ્નિસ અને સિયાઝ જેવી કારનો સમાવેશ થાય છે, જો કે ફોર્ડ, જિમ્ની અને ગ્રાન્ડ વિટારા જેવા અન્ય મોડલ્સ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી આપવામાં આવી રહ્યું.  ચાલો જોઈએ કે કયા મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મારુતિ સુઝુકી ઇગ્નિસ

આ મહિને, મારુતિ સુઝુકી ઇગ્નિસના મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ મોડલ પર 65,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે તેના ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલ પર 55,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નેક્સા લાઇન-અપમાં આ સૌથી સસ્તી પ્રોડક્ટ  છે. જેની એક્સ-શોરૂમ કિંમત 5.84 લાખથી 8.16 લાખ રૂપિયાની વચ્ચે છે. તેમાં મળેલું 1.2-લિટર પેટ્રોલ એન્જિન 83 bhpનો પાવર જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સનો વિકલ્પ છે. 

Discounts on Maruti Cars: મારુતિ આપી રહી છે પોતાની નેક્સા કાર પર ભારે છૂટ, 65,000 રુપિયા સુધી કરો બચત 

મારુતિ સુઝુકી બલેનો

આ મહિને, મારુતિ સુઝુકી બલેનોના પેટ્રોલ મેન્યુઅલ, ઓટોમેટિક અને CNG વેરિઅન્ટ્સ પર એક્સચેન્જ ઑફર સહિત રૂ. 35,000 સુધીનું કુલ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. 2જીથી 19મી સપ્ટેમ્બર વચ્ચે બુકિંગ કરાવવા પર 5,000 રૂપિયાનું વિશેષ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકી બલેનોને 90hp પાવર સાથે 1.2-લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. જ્યારે CNG સંચાલિત બલેનો ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે.

Discounts on Maruti Cars: મારુતિ આપી રહી છે પોતાની નેક્સા કાર પર ભારે છૂટ, 65,000 રુપિયા સુધી કરો બચત 

મારુતિ સુઝુકી સિયાઝ

Maruti Suzuki Ciaz ના તમામ વેરિયન્ટ્સ પર આ મહિને 48,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે ગયા મહિને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ જેવું જ છે. આ મધ્યમ કદની સેડાન બજારમાં સ્કોડા સ્લેવિયા, ફોક્સવેગન વર્ટસ, હ્યુન્ડાઇ વર્ના અને હોન્ડા સિટી જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. Maruti Suzuki Ciaz 105hp પાવર સાથે 1.5-લિટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, અને તે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.  

Discounts on Maruti Cars: મારુતિ આપી રહી છે પોતાની નેક્સા કાર પર ભારે છૂટ, 65,000 રુપિયા સુધી કરો બચત 

મારુતિ સુઝુકી તેના મોડલ્સ ઈગ્નિસ, બલેનો અને સિયાઝ મોડલ્સ પર શાનદાર છૂટ આપી રહ્યું છે.  જો કે ફોર્ડ, જિમ્ની અને ગ્રાન્ડ વિટારા જેવા અન્ય મોડલ્સ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી આપવામાં આવી રહ્યું.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી

Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
Advertisement
metaverse

વિડિઓઝ

IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યુંGujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch VideoRajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાંArvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ રાજ્યોમાં રહેશે હિટવેવ
Mount Rainier volcano: પ્રલય આગથી નહીં પરંતુ પાણીથી થશે, 1000 વર્ષથી શાંત રહેલા જ્વાળામુખીથી ડરી રહ્યા છે વિજ્ઞાનીઓ

યુવાનોમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, સુરતમાં 3 યુવાનોના હાર્ટ એટેકથી મોત

Property: સસ્તામાં ઘર, દુકાન, જમીન ખરીદવાની સુવર્ણ તક, આ સરકારી બેંકે વેચવા કાઢી પ્રોપર્ટી, જાણો મેગા ઇ-ઓક્શન વિશે તમામ વિગતો

'વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ પીડિતાને સજા ન થઈ શકે', જાણો કેમ અને કયા કેસમાં હાઈકોર્ટે આ વાત કહી

Embed widget