Vibrant Gujarat Summitમાં મારુતિએ રજુ કરી ઇલેક્ટ્રિક કાર, SUV સેગમેન્ટમાં કંપનીની ધમાકેદાર એન્ટ્રી
Vibrant Gujarat Summit: મારુતિ સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તેની આગામી ઇલેક્ટ્રિક એસયુવી રજૂ કરી છે, જેનું નામ EVX છે. જે આ નાણાકીય વર્ષમાં લાવવામાં આવશે. મારુતિએ જાહેરાત કરી છે કે તે તેના EVX ના પ્રોડક્શન વેરિઅન્ટ સાથે ભારતીય બજારના કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તેની પ્રથમ BEV લોન્ચ કરશે.
Vibrant Gujarat Summit 2024: મારુતિ સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તેની આગામી ઇલેક્ટ્રિક એસયુવી રજૂ કરી છે, જેનું નામ EVX છે. જે આ નાણાકીય વર્ષમાં લાવવામાં આવશે. મારુતિએ જાહેરાત કરી છે કે તે તેના EVX ના પ્રોડક્શન વેરિઅન્ટ સાથે ભારતીય બજારના કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તેની પ્રથમ BEV લોન્ચ કરશે.
Hon’ble @PMOIndia, Shri @narendramodi, President @JoseRamosHorta1 of Timor-Leste, President @FNyusi of @mozambique_gov, & Hon’ble @CMOGuj, Shri @Bhupendrapbjp visit #MarutiSuzuki pavilion at #VibrantGujaratGlobalSummit showcasing #TechnologiesForViksitBharat@VibrantGujarat pic.twitter.com/xPgNFhhro1
— Maruti Suzuki (@Maruti_Corp) January 9, 2024
ડ્રાઇવિંગ રેન્જ, પાવર પેક અને ઈન્વેસ્ટમેન્ટ
eVX 60kWh બેટરી પેક અને 550 કિમીની સંભવિત રેન્જ સાથે આવી શકે છે. આ ઉપરાંત મારુતિ સુઝુકીએ તેના ગુજરાત પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇન માટે આ સમિટમાં રૂ. 3,200 કરોડના રોકાણની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં અન્ય પ્લાન્ટમાં રોકાણ માટે પણ રૂ. 35,000 કરોડ રોકશે.
નવું ઉત્પાદન એકમ દર વર્ષે 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરશે
EVXનું ઉત્પાદન વેરિઅન્ટ માત્ર ગુજરાતના પ્લાન્ટમાં જ બનાવવામાં આવશે. આ ઉપરાંત, તેને અન્ય બજારોમાં નિકાસ કરવા સાથે વર્ષના અંત પહેલા રજૂ કરવામાં આવશે. સુઝુકી મોટર કોર્પોરેશનના ગ્લોબલ સીઈઓ, તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારશે. તેમજ તેનું નવું ઉત્પાદન એકમ દર વર્ષે 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરશે. આ સાથે કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધીને 1 મિલિયન યુનિટ થશે.
મારુતિ સુઝુકી EV સેગમેન્ટમાં SUV સાથે પ્રવેશ કરશે
મારુતિ સુઝુકી eVX ભારતમાં જાન્યુઆરી 2023માં યોજાયેલા ઓટો એક્સપોમાં સૌપ્રથમ કન્સેપ્ટ સ્વરૂપમાં જોવામાં આવ્યું હતું. જેનું અપડેટેડ વર્ઝન સમિટમાં એ હકીકત સાથે રજૂ કરવામાં આવ્યું છે કે મારુતિ સુઝુકી EV સેગમેન્ટમાં SUV સાથે પ્રવેશ કરશે. આ ઉપરાંત, તેની કિંમતને સ્પર્ધાત્મક બનાવવા અને EV સેગમેન્ટને વિસ્તારવા માટે, EVX ખૂબ જ સ્થાનિક હશે. eVXનું ઉત્પાદન ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં કરવામાં આવશે, જે બે બેટરી પેક વિકલ્પો સાથે આવશે. અમે ટૂંક સમયમાં EVX વિશે વધુ માહિતી મેળવીશું. તે પણ જાણી શકાશે કે આ નાણાકીય વર્ષ સુધીમાં સ્થાનિક બજારમાં આવનારી સૌથી મહત્વપૂર્ણ કારમાંથી કઈ હશે. નોંધનિય છે કે, ગાંધીનગરમાં ચાલી રહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024મા વિશ્વના અનેક રાજકીય લીડરો અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial