(Source: ECI/ABP News/ABP Majha)
મારુતિ સુઝુકીની આ નવી કાર હવે હાઇબ્રિડ એન્જિન સાથે એન્ટ્રી કરી શકાશે, ફીચર્સ થયા લીક જાણો તમામ વિગતો
એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ સ્પોર્ટનું વજન લગભગ 70 કિલો ઘટશે. તેના ઓછા વજનને કારણે આ કાર વધુ માઈલેજ પણ આપી શકશે. આમાં હાઇબ્રીડ એન્જિન હશે.
Maruti Suzuki Swift Sport: મારુતિ સુઝુકી ઈન્ડિયા હવે ટૂંક જ સમયમાં ભારતીય બજારમાં તેની નવી સ્વિફ્ટ સ્પોર્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ અપકમિંગ કારના ફીચર્સ લોન્ચ થયા પહેલા જ લીક થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને હાઈબ્રિડ એન્જિન સાથે દેશમાં લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ કંપનીએ દેશમાં પોતાની નવી જનરેશન સ્વિફ્ટ 2024 લૉન્ચ કરી હતી, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે કંપની તેના સ્વિફ્ટ સ્પોર્ટ મોડલ પર કામ કરી રહી છે જે ટૂંક સમયમાં દેશમાં લોન્ચ થવાની સંભાવના છે.
આ કારમાં તમને નવું શું મળશે?
મળતી માહિતી મુજબ મારુતિ સુઝુકી સ્વિફ્ટ સ્પોર્ટનું વજન લગભગ 70 કિલો ઘટશે. તેના ઓછા વજનને કારણે આ કાર વધુ માઈલેજ પણ આપી શકશે. તે જ સમયે, તે હાલના મોડલ કરતા લગભગ 125 મીમી લાંબુ અને લગભગ 15 મીમી પહોળું હોઈ શકે છે.
આ કારમાં હાઇબ્રિડ એન્જિન ઉપલબ્ધ હોઈ શકે છે
જાણકારી અનુસાર નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ સ્પોર્ટ્સમાં હાઇબ્રિડ એન્જિન ઉપલબ્ધ કરાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ કારમાં 48V ISG મોટર સાથે 1.4 લિટર 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવશે. આ એન્જિન વધુમાં વધુ 83 પીએસ પાવર જનરેટ કરવામાં પણ સક્ષમ હશે. હાઇબ્રિડ સિસ્ટમ તેને લગભગ 13.6 પીએસની વધુ પાવર જનરેટ કરવામાં મદદ કરશે.
આ કારની સુવિધાઓ કેવી હશે?
નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ સ્પોર્ટમાં ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ કારમાં ADAS, રિયર પાર્કિંગ સેન્સર્સ, મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એરબેગ્સ, EBD સાથે ABS, ESC, પાવર વિન્ડોઝ, પાવર સ્ટીયરિંગ, ઓટોમેટિક એડજસ્ટેબલ સીટ જેવી ઘણી આધુનિક સુવિધાઓ જોઈ શકાય છે.
આ કારની કિંમત શું છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલમાં કંપનીએ પોતાની આવનારી કારની કિંમતો જાહેર કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ કારને 12 લાખ રૂપિયા સુધીની એક્સ-શોરૂમ કિંમતે માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ કાર માર્કેટમાં ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈની કારને પણ ટક્કર આપી શકે છે. આ કાર સપ્ટેમ્બર 2024 સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.