Ola Electric Scooter ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, એક વખત ચાર્જ કરવા પર ચાલશે આટલા કિલોમીટર
Ola Electric Scooter નો મુકાબલો Bajaj Chetak સાથે થશે. આ સ્કૂટર બજારમાં બે વેરિયંટ્સમાં ઉપલબ્ધ છે.
ભારતમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે, જેના કારણે લોકોને બાઇક અને સ્કૂટર ચલાવવાની તકલીફ પડી રહી છે. આવી સ્થિતિમાં લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. દેશમાં તાજેતરમાં ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. Ola એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લાવશે.
5 મિનિટમાં બેટરી ચાર્જ
ઓલાના આ સ્કૂટરની બેટરી માત્ર 5 મિનિટમાં ફૂલ ચાર્જ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓલા Etergoની સાથે મળીને સ્કૂટર લોન્ચ કરશે. આ સ્કૂટરમાં સ્વેપેબલ હાઇ એનર્જી ડેંસિટી બેટરીનો યૂઝ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટીએફટી ઈન્સ્ટ્રૂમેંટ અને મોટું સ્ટોરેજ બૂટ આપવામાં આવી શકે છે.
મળશે 240 કિમીની રેંજ
ઓલાનું ઈલેક્ટ્રિક સ્કૂટર એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે. જેને ચલાવવા માટે વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે. એક વખત ચાર્જ કર્યા બાદ આશરે 240 કિમી ચાલશે. જેની બેટરીને ડિસ્ચાર્જ બેટરીના સ્થાને લગાવવા પર રેંજ ડબલ થઈ જશે. આ પ્રોસેસમા માત્ર પાંચ મિનિટ લાગશે. સ્વેપેબલ બેટરી ડિસ્ચાર્જ થવા પર બહાર કાઢીને તેના સ્થાને બીજી ચાર્જ બેટરી લગાવી શકો છો.
આની સાથે થશે મુકાબલો
Ola Electric Scooter નો મુકાબલો Bajaj Chetak સાથે થશે. આ સ્કૂટર બજારમાં બે વેરિયંટ્સમાં ઉપલબ્ધ છે. તેની કિંમત એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્કૂટરમાં 3 કિલોવોટની ક્ષમતાની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક મોટર 5.36 બીએચપીનો પાવર અને 16 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. ફૂલ ચાર્જ થયા બાદ આ સ્કૂટર ઈકો મોડમાં 95 કિમી અને સ્પોર્ટ મોડમાં 85 કિમીની રેંજ આપે છે.