Vespaના 75 વર્ષ પુરા થવાની ખુશીમાં કંપનીએ લૉન્ચ કર્યુ આ સ્પેશ્યલ સ્કૂટર, જાણો કિંમત ને ફિચર્સ વિશે......
વેસ્પાના નવા લિમીટેડ એડિશન સ્કૂટરની કિંમત કંપનીએ 125cc વેરિએન્ટમાં 1.26 લાખ રૂપિયા અને 150cc વેરિએન્ટમાં 1.39 લાખ રૂપિયા રાખી છે. આ કંપનીના એક્સ-શૉ રૂમની પ્રાઇસ છે.
નવી દિલ્હીઃ Piaggioએ ભારતીય માર્કેટમાં વેસ્પાના લિમીટેડ એડિશનને લૉન્ચ કરી દીધુ છે. ખરેખરમાં વેસ્પા બ્રાન્ડએ 75 વર્ષ પુરા થવાની ખુશીમાં પિયાજિયોના આ સ્કૂટરને લૉન્ચ કર્યુ છે. વેસ્પાના નવા લિમીટેડ એડિશન સ્કૂટરની કિંમત કંપનીએ 125cc વેરિએન્ટમાં 1.26 લાખ રૂપિયા અને 150cc વેરિએન્ટમાં 1.39 લાખ રૂપિયા રાખી છે. આ કંપનીના એક્સ-શૉ રૂમની પ્રાઇસ છે. વેસ્પાના આ લિમીટેડ એડિશનનુ બુકિંગ કંપનીએ પોતાના અધિકારીક વેબાસાઇટ અને ઓથોરાઇઝ્ડ ડીલરશીપ પર શરૂ કરી દીધુ છે.
Vespaના 75 વર્ષ-
વેસ્પાના 75 વર્ષ પુરા થવા પર લિમીટેડ એડિશનમાં સ્પેશ્યલ નંબર રીતે 75 ડિકેલ્સ મળે છે. આ ડિકેલ્સ બન્ને સ્કૂટરના ફ્રન્ટ ફેન્ડર અને ગ્લૉવબૉક્સ પર આપવામા આવી રહ્યું છે. આ સ્કૂટરની સુંદરતા તેનુ શાનદાર ગ્લાસી મેટાલિક જિયલો રંગ છે, જે ડાર્ક સ્મૉક ગ્રે સીટોની સાથે આવે છે. આ સ્કૂટરમાં ફ્રન્ટ ફેન્ડર અને ગ્લૉવબૉક્સ સામેલ છે. સ્કૂટરમાં એક ક્રૉમ રેક પણ આપવામાં આવ્યુ છે. જે જુના વેસ્પા મૉડલના સ્પેર વ્હીલ કેરિયરની જેમ દેખાય છે.
સ્પેશ્યલ એડિશનમાં છે દમદાર એન્જિન-
વેસ્પાના આ લિમીટેડ એડિશનમાં દમદાર એન્જિન આપવામાં આવ્યુ છે. 125cc મૉડલ 7500rpm પર 9.93hpનો પાવર અને 5,500rpm પર 9.6Nm નો ટોર્ક બનાવશે. બ્રેકિંગ માટે સ્કૂટરના ફ્રન્ટ વ્હીલમાં 200mm ડિસ્ક બ્રેક અને પાછળ 140mm ડ્રમ બ્રેક આપવામા આવી છે. આ મૉડલમાં CBS ફિચર્સ આપવામાં આવ્યુ છે. કંપનીએ આ વેરિએન્ટની કિંમત 1.26 લાખ રૂપિયા રાખી છે.
વળી, 150cc મૉડલ 7,600rpm પર 10.4hpના પાવર અને 5,500rpm પર 10.6Nm નો ટૉર્ક બનાવશે. વળી બ્રેકિંગ માટે સ્કૂટરના ફ્રન્ટમાં 200mm ડિસ્ક બ્રેક અને પાછળ 140mm ડ્રમ આપવામાં આવ્યો છે. કંપનીનુ આ મૉડલ ABS ફિચર્સની સાથે આવશે. કંપનીએ આ વેરિએન્ટની કિંમત 1.39 લાખ રૂપિયા રાખવામાં આવી છે.