Royal Enfield Guerrilla: 17 જુલાઇએ એન્ટ્રી મારશે રૉયલ એનફિલ્ડ ગુરિલ્લા, નવા એન્જિનની સાથે હશે ઘણુબધુ ખાસ, વાંચો ડિટેલ્સ
Royal Enfield Guerrilla 450: રૉયલ એનફિલ્ડ આ મહિને તેની એક અદભૂત બાઇક લૉન્ચ કરવા જઈ રહી છે. આ બાઇકના આવવાના સમાચાર સાંભળીને દેશના યુવાનોના હૃદયના ધબકારા વધી ગયા છે
Royal Enfield Guerrilla 450: રૉયલ એનફિલ્ડ આ મહિને તેની એક અદભૂત બાઇક લૉન્ચ કરવા જઈ રહી છે. આ બાઇકના આવવાના સમાચાર સાંભળીને દેશના યુવાનોના હૃદયના ધબકારા વધી ગયા છે. Royal Enfield 17 જુલાઈના રોજ તેની મૉસ્ટ અવેટેડ બાઇક Guerrilla 450નું વૈશ્વિક પ્રીમિયર કરવા જઈ રહ્યું છે. આ બાઇકમાં તમને નવું શેરપા 450 સીસી એન્જિન જોવા મળશે. આ બાઇકમાં ઘણા એડવાન્સ ફિચર્સ પણ જોવા મળશે. આ બાઇક રૉયલ એનફિલ્ડ હિમાલયન પર આધારિત બીજી બાઇક છે.
જબરદસ્ત હશે એન્જિન
Royal Enfield Guerrilla 450 એ એક રૉડસ્ટર બાઇક છે જે નવું એન્જિન મેળવવા જઈ રહી છે. આ બાઇકમાં 452 સીસી સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવશે, જે રૉયલ એનફિલ્ડ હિમાલયનમાં પણ આપવામાં આવ્યું હતું. આ એન્જિન મહત્તમ 39 BHP પાવર સાથે 40 Nmનો પીક ટોર્ક જનરેટ કરશે.
હશે એડવાન્સ્ડ ફિચર્સ
રૉયલ એનફિલ્ડની આ નવી બાઇક ઘણી શાનદાર સુવિધાઓ સાથે એન્ટ્રી મારવા માટે તૈયાર છે. જાણકારી અનુસાર, આ બાઇકમાં LED હેડલેમ્પની સાથે LED ઈન્ડિકેટર આપવામાં આવશે. આ સિવાય બાઇકમાં USDની જગ્યાએ ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક આપવામાં આવશે. એટલુ જ નહીં, આ બાઇકમાં એક સર્ક્યૂલર ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ ફિચર આપવામાં આવશે જેમાં નેવિગેશનની સાથે ઘણી કનેક્ટિવિટી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
વ્હીલ્સની વાત કરીએ તો આ આવનારી નવી બાઇકના બંને વ્હીલમાં એલૉય વ્હીલ્સની સાથે ડિસ્ક બ્રેક પણ જોવા મળશે. તેમાં ફ્લેટ હેન્ડલબાર પણ હશે. બાઇકમાં રૉડ ઓરિએન્ટેડ ટાયર આપવામાં આવશે જે તમને સુરક્ષિત રાઈડ આપવામાં મદદ કરશે.
ભારતમાં ક્યારે થશે એન્ટ્રી
Royal Enfield તેની નવી રૉડસ્ટર બાઇક Guerrilla 450 17 જુલાઈના રોજ બાર્સેલોના, સ્પેનમાં લૉન્ચ કરવા જઈ રહી છે. જો આપણે ભારતીય બજારમાં પ્રવેશવાની વાત કરીએ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બાઇક આ તહેવારોની સિઝનમાં ભારતના લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ સિવાય હાલમાં તેની કિંમતો વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી પરંતુ કંપની તેને 3 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની કિંમતમાં લૉન્ચ કરી શકે છે.
આ બાઇક્સને મળશે ટક્કર
Royal Enfield Guerrilla 450 માર્કેટમાં લૉન્ચ થયા બાદ તે Triumph Speed 400, Harley Davidson X440 અને BMW G310R જેવી પાવરફુલ બાઈકને સીધી ટક્કર આપી શકે છે. જો એકંદરે જોવામાં આવે તો Royal Enfieldની આ નવી બાઇક દેશના ઘણા યુવાનોને આકર્ષી શકે છે.