શોધખોળ કરો

Royal Enfield Bikes: રોયલ એનફિલ્ડના શોખીનો માટે સારા સમાચાર, આ બાઈક ટૂંક સમયમાં બજારમાં આવશે

Royal Enfield ટૂંક સમયમાં ભારતીય બજારમાં તેની ત્રણ નવી બાઈક લોન્ચ કરવા જઈ રહી છે. આમાં Royal Enfield Guerrilla 450 અને નવી Royal Enfield Classic 350 પણ સામેલ છે.

Royal Enfield Bikes: રોયલ એનફિલ્ડની દરેક બાઈક દેશના યુવાનોને ખૂબ જ પસંદ આવે છે. આવી પરીસ્થિતિમાં કંપની ટૂંક સમયમાં જ દેશમાં પોતાની ત્રણ બાઈક લોન્ચ કરવા જઈ રહી છે. આ લિસ્ટમાં 350 સીસી એન્જિનથી લઈને 650 સીસી એન્જિન સુધીની બાઈક ઉપલબ્ધ છે. બાઇક વિશે સૌથી વધુ ચર્ચા Royal Enfield Guerrilla 450 છે, જે થોડા જ દિવસોમાં લોન્ચ થવા જઈ રહી છે. રોયલ એનફિલડ આ વર્ષે આમ કુલ 3 નવા બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. પરંતુ રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 ટ્વીન આ મોડલ 2025માં લોન્ચ કરશે.  

રોયલ એનફિલ્ડ ગેરિલા 450

રોયલ એનફિલ્ડની આ બાઇકની રાહ લોકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.આ બાઈક 17મી જુલાઈ 2024ના રોજ દેશમાં લોન્ચ થસે. આ એક નિયો-રેટ્રો રોડસ્ટર બાઇક છે જે Royal Enfield Himalayan 450 પર આધારિત છે. આ સિવાય તેમાં 452 cc લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવશે. માહિતી અનુસાર, આ બાઇક ટ્રાયમ્ફ સ્પીડ 400 બાઇકને ટક્કર આપશે. આ બાઇકને 2.40 લાખ રૂપિયા સુધીની એક્સ-શોરૂમ કિંમતે માર્કેટમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

2024 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350

Royal Enfieldની સૌથી વધુ વેચાતી બાઇક Classic 350 પણ આ વર્ષે નવો અવતાર લૉન્ચ કરવા જઈ રહી છે. કંપની આ બાઇકને ઘણા અપડેટ્સ સાથે લોન્ચ કરવા જઈ રહી છે. તેને નવી કલર સ્કીમ અને કેટલાક નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે. જો કે,તે સમાન એન્જિન સાથે પ્રદાન કરવામાં આવશે જે 20 HP પાવર અને 27 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 ટ્વીન

કંપની પોતાની Royal Enfield Classic Twinને 650 cc એન્જિનમાં લોન્ચ કરવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે કંપની આ બાઇકને 2025ની શરૂઆતમાં માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ સિવાય આ બાઇકની ડિઝાઇન રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 જેવી જ હશે. ઉપરાંત, આ બાઇકમાં સિંગલ-પીસ સીટ, ક્રોમ કેસીંગ અને સ્પોક વ્હીલની સાથે રાઉન્ડ એલઇડી હેડલેમ્પ અને અપરાઇટ હેન્ડલબાર જેવા ફીચર્સ પણ જોઇ શકાય છે.

આ બાઇકમાં 648 સીસીનું ટ્વિન-સિલિન્ડર એન્જિન આપવામાં આવશે. આ એન્જિન મહત્તમ 47 PS પાવર સાથે 52 Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. ઉપરાંત, તે 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ હશે. તેનો લુક દેશના યુવાનોને આકર્ષિત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget