Driving Tips: આ વાતો રાખશો ધ્યાનમાં તો ક્યારેય નહીં થાય રોડ એક્સિડંટ
ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો હાઈવે પર ડ્રાઈવ કરતાની સાથે જ પોતાના વાહનની સ્પીડ ખૂબ વધારી દે છે. જેના કારણે તેમના માટે ઈમરજન્સી સ્થિતિમાં સ્પીડને કન્ટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
Driving on Highways: ભારતમાં માર્ગ અકસ્માત એક મોટી અને ગંભીર સમસ્યા છે. માર્ગ અકસ્માતના કારણે દેશમાં રોજે રોજ હજારો લોકો મોતને ભેટે છે. તાજેતરમાં જ પુણે-બેંગલુરુ હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક સાથે 48 વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આવા માર્ગ અકસ્માતો અવારનવાર સાંભળવા મળે છે.
માર્ગ અકસ્માત ટાળવા અમે તમને હાઇવે પર ડ્રાઇવિંગ માટે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેને ટાળવા શું કરવું શું ના કરવું તેના વિષે અમે તમને જણાવીશું.
સ્પીડને કંટ્રોલ કરો
ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો હાઈવે પર ડ્રાઈવ કરતાની સાથે જ પોતાના વાહનની સ્પીડ ખૂબ વધારી દે છે. જેના કારણે તેમના માટે ઈમરજન્સી સ્થિતિમાં સ્પીડને કન્ટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જેના કારણે ગંભીર પ્રકારના અકસ્માતો થતા રહે છે.
ઈંડિકેટર નો ઉપયોગ કરો
હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા તમારું વાહન ફક્ત એક લેનમાં જ ચલાવવું જોઈએ. જો ક્યારે પણ લેન બદલવાની જરૂર પડે તો તમારે ઈંડિકેટર એટલે કે સાઈડ લાઈટનો ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે તમારી આસપાસ ચાલતા વાહનો પર પણ ધ્યાન આપો. તો તમારા વાહનને અન્ય વાહનોથી પણ દૂર રાખવું રાખો. જેથી બ્રેક મારતી વખતે કોઈ અકસ્માત ના સર્જાય.
તમારા મનને શાંત રાખો
હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે વિચારના ચકડોલે ના ચડો. તમારા મનને હંમેશા શાંત રાખો અને માત્ર ડ્રાઇવિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરો.
બીમલાઇટનો યોગ્ય રીતે ઉપયોગ કરો
હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે કારમાં હંમેશા હાઇ બીમ લાઇટનો ઉપયોગ કરવો જોઇએ. જે તમને દૂરથી સ્પષ્ટ જોવામાં મદદરૂપ બને છે. કારણ કે, હાઈવેની સામેની બાજુથી આવતા વાહનો ડિવાઈડરની બીજી બાજુએ અવર જવર કરતા હોય છે. જેથી તેમને કોઈ સમસ્યા નહીં થાય.