![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tata Altroz CNG: ટાટા મોટર્સે લોન્ચ કરી અલ્ટ્રોઝ CNG, સનરુફ સાથે મળશે આ શાનદાર ફિચર્સ, જાણો કિંમત
ટાટા મોટર્સે ભારતમાં તેની Altroz i CNG લોન્ચ કરી છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.55 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જે તેના ટોપ મોડલ માટે 10.55 લાખ રૂપિયા સુધી જાય છે.
![Tata Altroz CNG: ટાટા મોટર્સે લોન્ચ કરી અલ્ટ્રોઝ CNG, સનરુફ સાથે મળશે આ શાનદાર ફિચર્સ, જાણો કિંમત tata altroz cng tata motors launched the cng version of their altroz hatchback Tata Altroz CNG: ટાટા મોટર્સે લોન્ચ કરી અલ્ટ્રોઝ CNG, સનરુફ સાથે મળશે આ શાનદાર ફિચર્સ, જાણો કિંમત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/ca94c429d4fd35fe27809c32661e2df81681898109076551_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tata Altroz: ટાટા મોટર્સે ભારતમાં તેની Altroz i CNG લોન્ચ કરી છે. આ કારની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.55 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જે તેના ટોપ મોડલ માટે 10.55 લાખ રૂપિયા સુધી જાય છે. CNG વેરિઅન્ટ્સ પેટ્રોલ કરતાં લગભગ રૂ 95,000 મોંઘી છે. આ CNG કારને કુલ છ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.
કિંમત કેટલી છે ?
અહીં અમે તમને નવી Tata Altroz iCNG ની વેરિઅન્ટ મુજબની કિંમતો જણાવવા જઈ રહ્યા છીએ, જો કે આ કિંમતો પ્રારંભિક ઓફરનો ભાગ છે.
વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત
Tata Altroz XE CNG વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.55 લાખ રુપિયા છે. Altroz XA CNG વેરિયન્ટની કિંમત રૂ. 8.40 લાખ, Tata Altroz XM+ (S) CNG વેરિઅન્ટની કિંમત રૂ. 8.85 લાખ, Altroz XZ CNG વેરિઅન્ટની કિંમત રૂ. 9.53 લાખ, (S) CNG વેરિઅન્ટ માટે Altroz XZ+ 10.03 લાખ અને Altroz XZ+ O (S) CNG વેરિઅન્ટ માટે રૂ. 10.55 લાખ. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ દિલ્હી છે.
ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજીથી સજ્જ
કંપનીએ યુનિક ડ્યુઅલ-સિલિન્ડર ટેક્નોલોજી સાથે અલ્ટ્રોઝ CNG તૈયાર કર્યું છે. એટલે કે અન્ય કારમાં મળેલા એક મોટા સીએનજી સિલિન્ડરની જગ્યાએ બે નાના સિલિન્ડર આપવામાં આવ્યા છે, જે બુટની નીચે મૂકવામાં આવ્યા છે. આ બૂટ સ્પેસની ઉપયોગિતા જાળવી રાખે છે અને પૂરતી જગ્યા પૂરી પાડે છે.
ફીચર્સ
Tata Altroz CNG પરના ફીચર્સમાં વૉઇસ સક્ષમ ઇલેક્ટ્રિક સનરૂફ, ઇનબિલ્ટ એર-પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જર અને લેધર સીટનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ આ મહિનાની શરૂઆતમાં પેટ્રોલ/ડીઝલ અલ્ટ્રોઝમાં પણ ઉમેરવામાં આવી હતી. પરંતુ અપડેટેડ મોડલની કિંમતો હજુ જાહેર કરવામાં આવી નથી.
પાવરટ્રેન
Altroz iCNGમાં 1.2-લિટર રેવોટ્રોન થ્રી-સિલિન્ડર NA પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરે છે, જે CNG મોડમાં 73.5 PS પાવર અને 103 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
મારુતિ સુઝુકી બલેનો CNG સાથે સ્પર્ધા
આ Tata Altroz CNG કાર મારુતિ સુઝુકીની બલેનો CNG સાથે સ્પર્ધા કરશે, જેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનને CNG કિટ સાથે જોડવામાં આવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)