(Source: ECI/ABP News/ABP Majha)
માર્કેટમાં આવી Tata Safari Persona Edition, જાણો શું છે કિંમત ને કેવી છે દમદાર
સફારી એડવેન્ચર ઓર્કસ વ્હાઇટ કલર મૉડલમાં વાયરલેસ ચાર્જર, એર પ્યૂરીફાયર અને પહેલી તથી બીજી રૉની સીટો પર વેન્ટીલેશન સહિતના કેટલાય અન્ય ફિચર્સ મળશે.
Safari Adventure Persona Edition New Color: ટાટા મૉટર્સે પોતાની સૌથી પૉપ્યૂલર સફારી એસયુવીને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સફારી એડવેન્ચર પર્સોના એસયુવી (Safari Adventure Persona SUV) એડિશન લૉન્ચ કરી હતી. હવે કંપનીઆ સફારી એડવેન્ચર પર્સોના નવા કલરમાં લૉન્ચ કરી છે. હવે આ ઓર્કસ વ્હાઇટ (Orcus White) કલરમાં પણ માર્કેટમાં ઉપલબ્ધ થશે. અત્યાર સુધી Tata Safari Adventure Persona SUV માત્ર ટ્રૉપિકલ મિસ્ટ કલરમાં જ મળતી હતી, હવે ગ્રાહક આને Orcus White કલરમાં પણ લઇ શકશે.
સફારી એડવેન્ચર ઓર્કસ વ્હાઇટ કલર મૉડલમાં વાયરલેસ ચાર્જર, એર પ્યૂરીફાયર અને પહેલી તથી બીજી રૉની સીટો પર વેન્ટીલેશન સહિતના કેટલાય અન્ય ફિચર્સ મળશે. નવી Safari SUV પોતાના સ્પેશ્યલ બહારની કલર થીમ અને બ્લેક આઉટ એલૉય વ્હીલ્સથી પોતાના છેલ્લા મૉડલથી ખુબ અલગ દેખાઇ રહી છે. કંપનીએ Orcus White કલર વાળી નવી Safari Adventure Personaની તસવીર પણ ટ્વીટ કરી છે, જેમાં આ શાનદાર દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા સફારીની કિંમત 14.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ભારતમાં ટાટા સફારી એડવેન્ચરની કિંમત લગભગ 21 લાખ રૂપિયાથી લગભગ 22.4 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કિંમતો એક્સ શૉરૂમ, દિલ્હીની છે. સફારી એડવેન્ચર પર્સોના આના ટૉપ સ્પેક XZ+ અને XZA+ ટ્રિમ્સ પર આધારિત છે. નવા ફિચર્સને જોડવાની સાથે એડવેન્ચર પર્સોનાનુ મેન્યૂઅલ સંસ્કરણ હવે 14,000 રૂપિયા મોંઘુ થઇ ગયુ છે. જ્યારે ઓટોમેટિક એડિશન 24,000 રૂપિયા મોઘુ થઇ ગયુ છે.
Orcus વ્હાઇટ વેરિએન્ટમાં અન્ય એડવેન્ચર બહારના ફિચર્સ પણ મળશે. જેમે કે બ્લેક આઉટ એલૉય વ્હીલ, બ્લેક ફ્રન્ટ મેન ગ્રિલ, રૂફ રેલ ઇન્સર્ટ, બહારના દરવાજાના હેન્ડલ, હેન્ડલેમ્પ ઇન્સર્ટ, બમ્પર અને બૉનેટ પર એક સફારી મેસ્કૉટ પ્લેસમેન્ટ પણ છે. આમાં 2.0-લીટર ડીઝલ એન્જિન મળે છે, જે 168bhp મેક્સિમમ પાવર અને 350 nm પીક ટૉર્ક જનરેટ કરે છે, એન્જિન છ સ્પીડ મેન્યૂઅલ અને એક ઓપ્શનલ 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન યૂનિટની સાથે આવે છે.
આ પણ વાંચો-
DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત