શોધખોળ કરો

125cc Scooters: આ દિવાળીએ ખરીદો દમદાર સ્કૂટર, 125cc સેગમેન્ટમાં આવતા 5 સૌથી બેસ્ટ મોડલ્સ વિશે જાણો 

જો તમે પાવરફુલ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને 125 cc સેગમેન્ટમાં 5 શ્રેષ્ઠ સ્કૂટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Best 5 Scooters in 125cc: દિવાળી પહેલા ઉજવણીનો સમય શરૂ થઈ ગયો છે. આ ઉજવણીના અવસર પર જો તમે પાવરફુલ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને 125 cc સેગમેન્ટમાં 5 શ્રેષ્ઠ સ્કૂટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એપ્રિલિયા એસઆર 125

Aprilia SR 125 માર્કેટમાં સૌથી પાવરફુલ 125cc સ્કૂટર છે. તે માત્ર એક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને તે ચાર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. SR 125માં 125cc એન્જિન છે, જે 9.9bhp પાવર અને 10.33Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 220 mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને પાછળ 140 mm ડ્રમ છે. જો કે, તે તેના સેગમેન્ટમાં સૌથી મોંઘું સ્કૂટર છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 1.24 લાખ રૂપિયા છે.

TVS એનટોર્ક 125

TVS એનટોર્ક 125માં 125cc એન્જિન છે, જે 9.25bhp પાવર અને 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. TVS અનુસાર, એનટોર્ક માત્ર 8.9 સેકન્ડમાં 0-60 kmphની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 95 kmph છે. ઇનકમિંગ કોલ અને એસએમએસ એલર્ટ, નેવિગેશન આસિસ્ટ, ફોન સિગ્નલ અને બેટરી ડિસ્પ્લે, લાસ્ટ પાર્કિંગ લોકેશન જેવી સુવિધાઓ એનટોર્કમાં ઉપલબ્ધ છે. તે સ્ટ્રીટ અને રેસ જેવા ઘણા રાઈડ મોડ્સ સાથે આવે છે. તે કુલ છ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 85,000 થી રૂ. 1.05 લાખની વચ્ચે છે.

સુઝુકી એવેનિસ

સુઝુકી એવેનિસ બે ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે - સ્ટાન્ડર્ડ અને રેસ એડિશન. આ 125cc સ્કૂટરમાં 8.5bhp પાવર અને 10Nm ટોર્ક છે. આ એ જ એન્જિન છે જે એક્સેસ 125 અને બર્ગમેન સ્ટ્રીટમાં પણ જોવા મળે છે. તેમાં એક્સટર્નલ ફ્યૂલ કૈપ અને ડૈશ બોક્સની અંદર યૂએસબી પોર્ટ સહિત  સુઝુકી સ્કૂટર કનેક્ટેડ ટેક્નોલોજીની સુવિધાઓ મળે છે.  તેની એક્સ-શોરૂમ કિંમત 92,000 રૂપિયા છે.

હોન્ડા ડીયો 125

હોન્ડાની ડીયો Activa 125 નો સ્પોર્ટી અવતાર છે જે 124cc એન્જિન સાથે 8.1bhp પાવર અને 10.4Nm ટોર્ક જનરેટ કરે છે. તે એક સ્માર્ટ કી સાથે આવે છે જે તમને સ્કૂટરને દૂરથી શોધવા,  અનલૉક અને સ્ટાર્ટ કરવા જેવી સુવિધાઓ આપે  છે. Dio 125માં ફ્રન્ટ ગ્લોવ બોક્સ, એક્સટર્નલ ફ્યુઅલ કેપ અને ઈન્ટિગ્રેટેડ પાસ સ્વિચ જેવી સુવિધાઓ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 83,400 રૂપિયાથી 91,300 રૂપિયાની વચ્ચે છે.

હીરો મેસ્ટ્રો એજ 125

મેસ્ટ્રો એજ હીરોનું પ્રીમિયમ 125cc સ્કૂટર છે જે 125cc એન્જિન સાથે 9bhp પાવર અને 104Nm ટોર્ક જનરેટ કરે છે. સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની સાથે, તે કનેક્ટેડ ટેલિમેટિક્સ સ્યુટ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, લાઇવ ટ્રેકિંગ, જીઓ-ફેન્સિંગ, લોકેશન એલર્ટ અને રાઇડિંગ એનાલિસિસ સપોર્ટ જેવી ઘણી સુવિધાઓ સાથે આવે છે. તે ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - કાસ્ટ + ડ્રમ, કાસ્ટ + ડિસ્ક, કાસ્ટ + ડિસ્ક + કનેક્ટેડ. તેની એક્સ-શોરૂમ કિંમત 81,716 રૂપિયાથી 90,586 રૂપિયાની વચ્ચે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદRahul Gandhi In Gujarat | રાહુલ આજે ગુજરાતમાં, જુઓ કોંગ્રેસના માસ્ટર પ્લાનિંગના લેટેસ્ટ અપડેટ્સAmit Shah | અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો આજનું શું છે શિડ્યુઅલ?Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યા અને નતાશાનાં છૂટાછેડા થઈ ગયા? જાણો ફરી કેમ આ ચર્ચા શરૂ થઈ
Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યા અને નતાશાનાં છૂટાછેડા થઈ ગયા? જાણો ફરી કેમ આ ચર્ચા શરૂ થઈ
Iran Presidential Election: ઇરાન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મસૂદ પેઝેશકિયનની જીત, કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 28 લાખ મતોથી હરાવ્યા
Iran Presidential Election: ઇરાન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મસૂદ પેઝેશકિયનની જીત, કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 28 લાખ મતોથી હરાવ્યા
Income Tax: રોકાણ વગર પણ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે, માત્ર આ કામ કરવાની જરૂર પડશે
Income Tax: રોકાણ વગર પણ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે, માત્ર આ કામ કરવાની જરૂર પડશે
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા
Embed widget