શોધખોળ કરો
હવે કાર લેવી થશે વધુ સરળ, Toyota આપી રહી છે શાનદાર ઓફર
કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે ગાડીઓના વેચાણ પર લાગેલી બ્રેક બાદ તેને ફરી વેગ આપવા કંપનઓ ઘણા પ્રકારની ઓફર આપી રહી છે.

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે ગાડીઓના વેચાણ પર લાગેલી બ્રેક બાદ તેને ફરી વેગ આપવા કંપનઓ ઘણા પ્રકારની ઓફર આપી રહી છે. ટોયોટા પણ પોતાના ગ્રાહકો માટે શાનદાર ફાઈનાન્સ ઓફર લઈને આવ્યું છે. કંપનીની આ ઓફર જૂલાઈ મહિનામાં કાર ખરીદવા પર આપવામાં આવશે.
ટોયોટાની આ છે ઓફર
વધુમાં વધુ વેચાણ કરવા માટે ટોયોટા પોતાની યારિસ અને ગ્લૈંઝા કાર પર 55 ટકાની અશ્યોર્ડ બાય બેક ઓફર રજૂ કરી રહ્યું છે. આ સિવયા કંપની ઈનોવા ક્રિસ્ટા પર ઓછા ઈએમઆઈ સ્કીમ આપી રહ્યું છે, જેના કારણે દર મહિને 9,999 રૂપિયાની ઈએમઆઈ આપવી પડશે. એટલું જ નહી ટોયોટાની તમામ કાર પર ત્રણ મહિના બાદ ઈએમઆઈ આપવાની પણ ઓફર આપી રહ્યું છે, એનો મતલબ કે તમે કાર લીધા બાદ ત્રણ મહિના પછી EMI શરૂ થશે.
બીજી કંપનીઓ પણ આપી રહી છે ઓફર
ટોયોટા સિવાય ઘણી કંપનીઓ કારનું વેચાણ વધારવા માટે શાનદાર ઓફર આપી રહી છે. આ પહેલા મારૂતિ સુઝુકી, મહિંદ્ર સહિત ટાટા મોટર્સ કારની ખરીદી પર એટ્રેક્ટિવ ફાઈનાન્સ સ્કીમ આપી રહી ચે. જેમાં કારની ઈએમઆઈ આગામી વર્ષે આપવાની, ઓછુ વ્યાજ, જેવી સ્કીમ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
Advertisement
