આ કારનું દિવાળી પર બુકિંગ કરશો તો આવતા વર્ષે ચાવી હાથમાં આવશે, ટોયોટા ઈનોવા ક્રિસ્ટાનો વેઈટિંગ પિરિયડ વધ્યો
Toyota Innova Crysta: Toyota Innova Crystaની એક્સ-શોરૂમ કિંમત રૂ. 19.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 26.30 લાખ સુધી જાય છે. જો તમે અત્યારે કાર બુક કરાવો છો, તો ડિલિવરી આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં થઈ જશે.

Toyota Innova Crysta Waiting Period: જો તમે આ દિવાળીમાં ટોયોટા ઈનોવા ક્રિસ્ટાને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે તેની રાહ જોવાની અવધિ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એમપીવી તેના લક્ઝરી કમ્ફર્ટ અને લેટેસ્ટ ફીચર્સને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે, જેની માંગ ઘણી વધારે છે.
દિવાળીમાં ટોયોટા ઈનોવા ક્રિસ્ટા ખરીદનારાઓને આંચકો લાગી શકે છે. ટોયોટાના જણાવ્યા અનુસાર, ઇનોવા ક્રિસ્ટાના વેઇટિંગ પિરિયડમાં 3 થી 4 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે જે વિવિધ વેરિયન્ટ્સ માટે અલગ છે. વેઇટિંગ પિરિયડ અનુસાર, જો તમે આજે દિલ્હીમાં આ MPV બુક કરાવો છો, તો ડિલિવરી આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં થઈ જશે.
ટોયોટા ઈનોવા ક્રિસ્ટામાં આ શાનદાર ફીચર્સ ઉપલબ્ધ છે
ટોયોટા ઈનોવા ક્રિસ્ટા એક શક્તિશાળી 8 સીટર કાર છે. આ કારમાં લગાવવામાં આવેલ LED હેડલેમ્પ કારને શાનદાર લુક આપે છે. કારના આગળના ભાગમાં ક્રોમ સરાઉન્ડ પિયાનો બ્લેક ગ્રીલ છે. આ સાથે આ કારમાં ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ લગાવવામાં આવ્યા છે. ઈનોવા ક્રિસ્ટામાં 20.32 સેમી ડિસ્પ્લે છે, જેમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટીનું ફીચર છે, જેથી તમે તમારા મોબાઈલ ફોનને કાર સાથે સરળતાથી કનેક્ટ કરી શકો.
કારની કિંમત શું છે?
આ કારની એક્સ-શોરૂમ કિંમત 19.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 26.30 લાખ રૂપિયા સુધી જાય છે. ટોયોટા ઈનોવાના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ કારમાં એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ જેવા ફીચર પણ છે. ટોયોટા ઈનોવા ક્રિસ્ટાના જી અને જીએક્સ વેરિઅન્ટમાં 3 એરબેગ્સની સુવિધા છે. જ્યારે તેના VX અને ZX વેરિઅન્ટમાં 7 એરબેગ્સની સુવિધા છે. ટોયોટાના નવા વેરિઅન્ટમાં સુરક્ષા માટે એરબેગ્સ પણ આપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
