શોધખોળ કરો
ટોયોટાએ પોતાની હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કાર Vellfire ને ભારતમાં કરી લોન્ચ, જાણો શું છે ખાસિયત
‘Vellfire ’માં 2.5 લિટરની ક્ષમતાવાળું એક ફોર સિલેન્ડર ગેસોલિન એન્જીન લગાવવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોને દમદાર 115 એચપી પાવર મળશે.

નવી દિલ્હી: જાપાનની વાહન નિર્માતા કંપની ટોયોટાએ પોતાની હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કાર ‘Vellfire ’ ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કારમાં એક નવી ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી તે આપમેળે જ ચાર્જ થશે. ઈંધણ વપરાશમાં ઘટાડા સાથે તે ખૂબજ ઓછા કાર્બનનું ઉત્સર્જન કરશે. ‘Vellfire ’માં 2.5 લિટરની ક્ષમતાવાળું એક ફોર સિલેન્ડર ગેસોલિન એન્જીન લગાવવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોને દમદાર 115 એચપી પાવર મળશે. પાવર આપવા માટે બે ઇલેક્ટ્રિક મોટર સાથે એક બહેતરીન હાઈબ્રિડ બેટરી લગાવવામાં આવી છે. આ સિવાય ગાડી ચાલશે તે દરમિયાન ઉત્પન્ન એનર્જીથી પોતાની બેટરી ચાર્જ કરશે.
આ હાઈટેક હાઈબ્રિડ Vellfire કારની કિંમત 79.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે Vellfireના દુનિયાભરમાં અત્યાર સુધી 6 લાખથી વધુ યુનિટ વેચાઈ ચૂક્યા છે.
આ હાઈટેક હાઈબ્રિડ Vellfire કારની કિંમત 79.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે Vellfireના દુનિયાભરમાં અત્યાર સુધી 6 લાખથી વધુ યુનિટ વેચાઈ ચૂક્યા છે. વધુ વાંચો





















