TVS Launch: 22 ઓગસ્ટે લૉન્ચ થશે ટીવીએસનું નવું સ્કૂટર, શું મળશે નવા ફિચર્સ ?
TVS Jupiter 110 Price and Features: TVS મૉટર ઇન્ડિયા ભારતીય બજારમાં તેનું નવું જનરેશન મૉડલ લૉન્ચ કરવા માટે તૈયાર છે. TVS Jupiter 110 22મી ઑગસ્ટના રોજ ઘણા લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ થવા જઈ રહ્યું છે
TVS Jupiter 110 Price and Features: TVS મૉટર ઇન્ડિયા ભારતીય બજારમાં તેનું નવું જનરેશન મૉડલ લૉન્ચ કરવા માટે તૈયાર છે. TVS Jupiter 110 22મી ઑગસ્ટના રોજ ઘણા લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ થવા જઈ રહ્યું છે. TVS મૉટર કંપની તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સ્કૂટરને લૉન્ચ કરવા સંબંધિત અપડેટ્સ પણ શેર કરી રહી છે.
ટીવીએસ જ્યૂપીટર (TVS Jupiter)
જો આપણે બજારમાં સ્કૂટરની માંગ પર નજર કરીએ તો, TVS Jupiter હૉન્ડા એક્ટિવા પછી સૌથી લોકપ્રિય સ્કૂટર્સમાંથી એક છે. TVS મૉટર કંપનીએ તેના સ્કૂટરને હંમેશા લેટેસ્ટ ફિચર્સ સાથે અપડેટ રાખ્યું છે. કંપની ટીવીએસ જ્યૂપિટરના નવા વેરિયન્ટ્સ સાથે નવા ફિચર્સ તેમજ સ્પેશિયલ એડિશન સાથે સમયાંતરે લાવી રહી છે.
'More' is about to take over soon!
Ready for #ScooterThatsMore? #TVS #TVSMotorCompany #RedefineMobility #RedefineFuture pic.twitter.com/U4FaGTsR3p— TVS Motor Company (@tvsmotorcompany) August 20, 2024
ટીવીએસ જ્યૂપીટર 110 નું નવું ટીજર
TVS Jupiter 110 નું નવું ટીઝર દર્શાવે છે કે આ નવી પેઢીના મૉડલમાં બધું અને ઘણું બધું ઉપલબ્ધ થશે. આ સ્કૂટરમાં અત્યાર સુધીની સૌથી મોટી સીટ લગાવી શકાય છે. આ વાહનમાં ફ્રન્ટ ફ્યૂઅલ ફિચર પણ આપવામાં આવી શકે છે.
કેટલાય ફિચર્સ સાથે આવશે જ્યૂપીટર
TVS Jupiter ઘણા ફિચર્સ સાથે માર્કેટમાં આવી રહ્યું છે. આ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, મોબાઇલ ચાર્જિંગ માટે યુએસબી પૉર્ટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એક્સટર્નલ ફ્યૂઅલ ફિલર કેપ તેમજ મોટી અંડર-સીટ સ્ટોરેજ છે. TVS Jupiter 110માં શું નવું આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
ટીવીએસ જ્યૂપીટરનું એન્જિન
ટીવીએસ જ્યૂપીટરમાં લાગેલું એન્જિન રિફાઈન્ડ છે, જેના કારણે આ સ્કૂટર શહેરમાં સરળતાથી ચલાવી શકાય છે. આ સ્કૂટરનું એન્જિન ઈંધણ કાર્યક્ષમ છે અને શહેરોમાં પણ આ એન્જિન 45 kmplની માઈલેજ આપે છે. આ ટુ-વ્હીલરમાં લેગ રૂમ પણ ઘણો છે.
આ પણ વાંચો
Auto News: આ 85 હજાર કારો પર ખતરો, ગમે ત્યારે લાગી શકે છે આગ, કંપનીએ કર્યુ રિકૉલ