શોધખોળ કરો

વિરાટ કોહલીના કાર કલેક્શનમાં કઈ કાર છે સૌથી મોંઘી? અહીં જાણો કિંમત અને ફિચર્સ

Virat Kohli Car Collection: વિરાટ કોહલી લાંબા સમયથી ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર છે, તેથી તેમના ગેરેજમાં ઓડી R8 LMX અને ઓડી R8 V10 પ્લસ જેવી સુપર લક્ઝરી સ્પોર્ટ્સ કારનો સમાવેશ થાય છે

Virat Kohli Luxury Car: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ તેમના ચાહકો માટે એક મોટો આંચકો હતો. ક્રિકેટ ઉપરાંત, વિરાટ લક્ઝરી કારનો પણ શોખીન છે. ચાલો જાણીએ કે વિરાટ કોહલીના ગેરેજમાં કઈ લક્ઝરી કાર હાજર છે.

વિરાટ ઘણીવાર દિલ્હી અને મુંબઈના રસ્તાઓ પર આ લક્ઝરી કાર ચલાવતો જોવા મળ્યો છે. જ્યારે વિરાટ દિલ્હીમાં હોય છે, ત્યારે તે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચવા માટે પોતાની કારનો ઉપયોગ કરે છે. તેમનો કાર કલેક્શન ફક્ત તેમની પસંદગીને જ પ્રતિબિંબિત કરતું નથી પરંતુ તેમની લક્ઝરી જીવનશૈલીની ઝલક પણ આપે છે.

વિરાટ કોહલીનું લક્ઝરી કાર કલેક્શન
વિરાટ કોહલી લાંબા સમયથી ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે, તેથી તેમના ગેરેજમાં ઓડી R8 LMX અને ઓડી R8 V10 Plus જેવી સુપર લક્ઝરી સ્પોર્ટ્સ કારનો સમાવેશ થાય છે, જેની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત, તેમની પાસે ઓડી A8 L, ઓડી Q8, RS5, Q7 અને S5 જેવા અન્ય મોડેલો પણ છે, જેની કિંમત 1 કરોડથી 2 કરોડ રૂપિયાની વચ્ચે છે.

વિરાટ કોહલીના કાર કલેક્શનમાં બેન્ટલી ફ્લાઈંગ સ્પુરનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ છે. Lamborghini Aventador S વિરાટ કોહલીની સૌથી મોંઘી કારોમાંની એક છે, જેની કિંમત 5 કરોડથી વધુ છે. વિરાટના કાર કલેક્શનમાં Aston Martin DB11 પણ શામેલ છે, જેની કિંમત 4 કરોડથી વધુ છે, જે તેની સ્ટાઇલિશ અને પ્રીમિયમ પસંદગીને પણ દર્શાવે છે.

આ કાર પણ કલેક્શનમાં શામેલ છે

Porsche 911 Turbo S તેમના કાર કલેક્શનમાં એક પ્રદર્શન આધારિત સ્પોર્ટ્સ કાર છે, જેની કિંમત લગભગ 3.4 કરોડ છે. આ ઉપરાંત, Ferrari 488 GTB વિરાટ કોહલીની બીજી હાઇ-સ્પીડ સ્પોર્ટ્સ કાર છે, જેની કિંમત 4 કરોડથી વધુ છે અને તે ગતિ પ્રત્યેનો તેમનો જુસ્સો દર્શાવે છે.

BMW M5 જેવી સ્પોર્ટ્સ સેડાન, જેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે, અને Range Rover Vogue, જેની કિંમત પણ લગભગ 2 કરોડ રૂપિયા છે, વિરાટના રોજિંદા લક્ઝરી અને ઓફ-રોડિંગ શોખને પૂર્ણ કરે છે. આ ઉપરાંત, વિરાટ કોહલી પાસે Toyota Fortuner SUV પણ છે, જેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે અને તેનો ઉપયોગ તે સિમ્પલ મુવમેન્ટ માટે કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget