શોધખોળ કરો
પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહંત સ્વામી વિશે જાણો તમામ માહિતી
1/5

અમદાવાદઃ બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી શનિવારે ધામમાં ગયા હતા. પ્રમુખસ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીની વરણી કરવામાં આવી છે. મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી.છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. બીએપીએસનાં એક સ્વામીનાં જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે કેશવ જીવનદાસ સ્વામી એટલે કે મહંત સ્વામી જ તેમના ઉત્તરાધીકારી બનાવવામાં આવ્યા છે.
2/5

આ અંગે વધુ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે 20-7- 2012ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવાનું ભક્તોને જણાવ્યું હતું.
Published at : 14 Aug 2016 01:13 PM (IST)
View More




















