Union Budget 2023: KYCને લઇને થયું આ મોટુ એલાન, એક જ પૉર્ટલ પર હશે પુરેપુરો ડેટા
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં આગળ બતાવ્યુ કે, પાન તમામ ડિજીટલ સિસ્ટમ માટે આઇડેન્ટિફાય કરવામાં આવશે.
Union Budget 2023: દેશના સામાન્ય બજેટ રજૂ થઇ ચૂક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી 2.0 નું છેલ્લુ પૂર્ણ બજેટ રજૂ કર્યુ. આ દરમિયાન સરકાર તરફથી તમામ સેક્ટરો પર ફોકસ કરવાની કોશિશ કરી. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, હવે કેવાઇસી પ્રૉસેસને સિમ્પલ કરવામાં આવશે. ફાઇનાન્સિયલ સિસ્ટમ સાથે વાત કરીને આને ફૂલી ડિજીટલ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં આગળ બતાવ્યુ કે, પાન તમામ ડિજીટલ સિસ્ટમ માટે આઇડેન્ટિફાય કરવામાં આવશે. યૂનિફાઇડ ફાઇલિંસ પ્રૉસેસ સેટઅપ કરવામાં આવશે. વન સ્ટૉપ સૉલ્યૂશન અને આઇડેન્ટિટી અને એડ્રેસ માટે કરવામા આવશે. ડિજી લૉકર અને આધાર દ્વારા આને વન સ્ટૉપ સૉલ્યૂશન કરવામાં આવશે. કૉમન પૉર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા હશે. આને અલગ અલગ એજન્સી ઉપયોગ કરી શકશે. આનાથી વારંવાર ડેટા આપવાની જરૂ નહીં પડે પરંતુ આના માટે યૂઝરની સહમતિ બહુજ જરૂરી રહેશે.
બેન્ક માર્કેટના સીઇઓ આદિલ શેટ્ટીએ કેવાઇસી પ્રૉસેસને સિમ્પલ કરવા પર કહ્યું કે, ડિજીટલ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે કેવાઇસી પ્રૉસેસને સિમ્પલ કરવું જરૂરી હતી, આ ખુજ સારો ફેંસલો છે. દરેક ફાઇનાન્સિયલ રેગ્યૂલેટર હવે માસ્ટર કેવાઇસીને રિવ્યૂ કરશે અને તેનુ અપડેટ જાહેર કરશે. નેશનલ ડેટા ગવર્નન્સ પૉલીસી દ્વારા ડેટા સુધી આસાન હશે.
Union Budget 2022: બજેટ રજૂ કરતી વખતે એવું શું થયું કે સંસદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું, PM મોદી પણ હસવાનું રોકી ન શક્યા
નાણામંત્રીએ શું કહ્યું?
નાણાપ્રધાન સીતારમણે કહ્યું, "વાહન રિપ્લેસમેન્ટ પોલિસી, જૂના વાહનોનું રિપ્લેસમેન્ટ એ એક મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ નીતિ છે, જે જૂના રાજકીયને બદલવા પર કામ કરશે... ઓહ માફ કરશો, જે જૂના પ્રદૂષિત વાહનોને બદલવાનું કામ કરશે. ભારતની ગ્રીન પોલિસીને પ્રોત્સાહન આપો." તેમની આ ભૂલ પર પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, વિપક્ષના સુપ્રિયા સુલે સહિત કૃષિ મંત્રી, ડિમ્પલ યાદવ અને તમામ સાંસદો હસવાનું રોકી શક્યા નહીં.
મહિલાઓ માટે મોટા સમાચાર
સમાચાર લખાય છે ત્યાં સુધી નાણામંત્રીએ 7 લાખ રૂપિયા સુધીનો આવકવેરો માફ કર્યો છે. તેમણે દેશની મહિલાઓ માટે મોટી જાહેરાતો પણ કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને મહિલાઓ તેમાં 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે, જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.
MSME માટે મોટી જાહેરાત
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ક્રેડિટ ગેરંટી MSME માટે એક સુધારણા યોજના આવશે. 1 એપ્રિલ 2023થી ઉદ્યોગોને 9000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે.