શોધખોળ કરો

Budget Session 2023: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત, સરકારની સિદ્ધિઓ ગણાવી

અગાઉ ટેક્સ રિફંડ માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી. આજે ITR ફાઇલ કર્યાના થોડા દિવસોમાં રિફંડ મળી જાય છે. આજે પારદર્શિતાની સાથે જીએસટી દ્વારા કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

Budget Session 2023: સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ સાથે શરૂ થયું. સંસદના સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોને સંબોધતા, મોદી સરકારના કાર્યોની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ સરકારના કાર્યોની સિદ્ધિઓ ગણાવી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સરકારે કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક વર્ગ માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મારી સરકારના પ્રયાસોનું પરિણામ એ છે કે ઘણી મૂળભૂત સુવિધાઓ કાં તો 100 ટકા વસ્તી સુધી પહોંચી છે અથવા તે લક્ષ્યની ખૂબ નજીક છે.

ભ્રષ્ટાચાર પર ગાળીયો

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારનો સ્પષ્ટ મત છે કે ભ્રષ્ટાચાર લોકશાહી અને સામાજિક ન્યાયનો સૌથી મોટો દુશ્મન છે. એટલા માટે છેલ્લા વર્ષોથી ભ્રષ્ટાચાર સામે સતત લડત ચાલી રહી છે. અને સરકારે ખાતરી આપી છે કે સિસ્ટમમાં પ્રામાણિક લોકોનું સન્માન કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ બનાવવા માટે ઈકો-સિસ્ટમ બનાવવાની દિશામાં બેનામી પ્રોપર્ટી એક્ટને નોટિફાઈ કરવામાં આવ્યો છે. આર્થિક ગુનાઓમાંથી ફરાર થયેલા ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવા માટે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ પસાર કરવામાં આવ્યો છે.

જલ્દી રિફંડની વ્યવસ્થા

અગાઉ ટેક્સ રિફંડ માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી. આજે ITR ફાઇલ કર્યાના થોડા દિવસોમાં રિફંડ મળી જાય છે. આજે પારદર્શિતાની સાથે જીએસટી દ્વારા કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

આયુષ્માન ભારતે ગરીબીમાંથી બહાર કાઢ્યા

આયુષ્માન ભારત યોજનાએ કરોડો ગરીબોને ગરીબ બનવાથી બચાવ્યા છે અને તેમને રૂ. 80,000 કરોડ ખર્ચતા બચાવ્યા છે. આ યોજના હેઠળ 50 કરોડથી વધુ દેશવાસીઓને મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

DBT ના ફાયદા

જન ધન-આધાર-મોબાઈલથી લઈને વન નેશન વન રાશન કાર્ડ સુધીના નકલી લાભાર્થીઓને દૂર કરવા, અમે એક વિશાળ કાયમી સુધારા કર્યા છે. વર્ષોથી, ડીબીટીના રૂપમાં, ડિજિટલ ઈન્ડિયાના રૂપમાં, દેશે કાયમી અને પારદર્શક સિસ્ટમ તૈયાર કરી છે. 300 યોજનાઓના નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં, પારદર્શિતા સાથે, કરોડો લોકોને 27 લાખ કરોડથી વધુ રકમ આપવામાં આવી છે. જલ જીવન મિશન હેઠળ ત્રણ વર્ષમાં લગભગ 11 કરોડ પરિવારોને પાઈપ દ્વારા પાણી પુરવઠાથી જોડવામાં આવ્યા છે. આનો સૌથી વધુ લાભ ગરીબ પરિવારોને મળી રહ્યો છે.

પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળ્યો

મારી સરકારનો પ્રયાસ છે કે કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે. અને પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ આપવા માટે 3.50 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સરકારે નવા સંજોગો અનુસાર પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ ચલાવવાનો નિર્ણય લીધો છે.

PM કિસાન સન્માન હેઠળ 2.25 લાખ રૂપિયા આપવામાં આવ્યા

મારી સરકારની પ્રાથમિકતામાં દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત હતા. હવે તેમને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં 11 નાના ખેડૂતો છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના ખેડૂતોને 2.25 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. આ લાભાર્થીઓમાં 3 કરોડ મહિલા લાભાર્થીઓ છે. આ મહિલાઓને 54000 કરોડ રૂપિયા મળ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
Embed widget