શોધખોળ કરો

Union Budget 2022: LICનો IPO ઝડપથી આવશે, બજેટમાં થઈ જાહેરાત

એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે અને આ માટે જરૂરી કાર્યવાહીનું કામ સુચારું રૂપે ચાલી રહ્યું છે. દેશમાં આઇટી અને પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે અને મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાશે.

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે અને આ વખતે પણ બજેટ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એલઆઇસીના આઇપીઓ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે. તેમણે ઉમેર્યું હતું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે અને આ માટે જરૂરી કાર્યવાહીનું કામ સુચારું રૂપે ચાલી રહ્યું છે. દેશમાં આઇટી અને પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે અને મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાશે.

નોંધનીય છે કે, એલઆઇસીના આઇપીઓની રોકાણકારો રાહ જોઇ રહ્યા છે, ત્યારે આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. હવે ગમે ત્યારે એલઆઇસીનો આઇપીઓ આવી શકે છે.  આ સમયે નિર્મલા સીતારમણે 60 લાખ નોકરીઓ આપવાની જાહેરાત પણ કરી હતી. 

તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ બજેટમાં આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી રહી છે. દેશમાં આર્થિક પુનઃપ્રાપ્તિને મજબૂત કરવા પર ફોકસ છે. 60 લાખ નવી નોકરીઓ મળશે. વિકાસદર 2 ટકા રહેવાનું અનુમાન છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે. દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય છે. ગરીબોના જીવનમાં બદલાવવાની પ્રાથમિકતા. અર્થવ્યવસ્થાના મોરચે સરકાર પડાકારોનો સામનો કરી રહી છે. વેક્સીનેશન અભિયાનને ઝડપથી લાગું કરાયું. બજેટમાં આગામી 25 વર્ષ સુધીની બ્લૂપ્રિન્ટ.

દેશ ફરી એકવાર ચૂંટણીના રંગમાં રંગાઈ ગયો છે. યુપી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. દરમિયાન, આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના સંકટ વચ્ચે રજૂ થનારા બજેટમાં સરકારની પ્રાથમિકતાઓ શું હશે અને તેમાં નોકરીયાત અને સામાન્ય લોકો માટે શું થશે, તેના પર તમામની નજર રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણામંત્રી તેમના દિવસની શરૂઆત સવારે 9 વાગ્યાથી કરશે. કેન્દ્રીય મંત્રી તેમની ટીમ સાથે સવારે 9 વાગ્યે નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થશે. નાણા મંત્રાલયના ડાયરેક્ટર જનરલ (મીડિયા અને કોમ્યુનિકેશન્સ) અનુસાર, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કર્યા પછી, નાણામંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટને બજેટ વિશે ટૂંકી માહિતી આપશે અને પછી સંસદ માટે રવાના થશે.

સ્થાપિત સંમેલનો મુજબ, ભારતના રાષ્ટ્રપતિને પ્રથમ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટની જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવે છે. તે હંમેશા રૂઢિગત બેઠક છે, કારણ કે રાષ્ટ્રપતિ કેન્દ્રીય બજેટમાં કોઈ ફેરફાર સૂચવતા નથી, પરંતુ નાણામંત્રીએ સંસદમાં સત્તાવાર રીતે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.

રાષ્ટ્રપતિને મળ્યા બાદ સીતારમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટને મળવાની છે અને કેબિનેટને બજેટ વિશે માહિતી આપવાની છે. નાણા મંત્રાલય બજેટ વિશે ગુપ્તતા જાળવે છે, તેમનું ભાષણ રજૂ કરતા પહેલા નાણામંત્રી બજેટની જોગવાઈઓ વિશે ગુપ્તતા રાખવા માટે બંધાયેલા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget