નવી દિલ્હીઃ હ્યુન્ડાઈએ આખરે ક્રેટા SUVના ફેસલિફ્ટ મોડલને ભારતમાં લોન્ચ કરી દીધું છે. તેના પેટ્રોલ વેરિયન્ટની કિંમત ભારતમાં એક્સ શો રૂમ દિલ્હી 9.43 લાખ રૂપિયા અને ડીઝલ વેરિયન્ટની પ્રારંભિક કિંમત 9.99 લાખ રૂપિયા એક્સ શો રૂમ દિલ્હી છે.
2/8
3/8
4/8
ક્રેટા ફેસલિફ્ટના આ મોડલમાં ડ્યૂલ ટોન લેઆઉટ આપવામાં આવ્યા છે. તેમાં 7 ઈંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. જે ઓક્સ યુએસબી, જીપીએસ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. ટોપ એન્ડ વેરિયન્ટમાં પેનોરમિક સનરૂફ પણ છે.
5/8
ક્રેટા ફેસલિફ્ટ મોડલની સાઇડ અને રિયર પ્રોફાઇલને લગભગ એક સરખી છે. રિયર બમ્પરને અપડેટ કરવામાં આવ્યું છે. વ્હીલ ડીઝાઇનને પણ અપડેટ કરવામાં આવી છે.
6/8
2018 હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ એસયુવીમાં ક્રૂઝ કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, ઈલેકટ્રિક સનરૂફ, 6 રીતે ઇલેક્ટ્રિકલી એડજસ્ટ થતી ડ્રાઇવર સીટ અને વિયરેબલ સ્માર્ટ છે. કારમાં 1.4 લીટર પેટ્રોલ, 1.6 લીટર પેટ્રોલ અને ડીઝલ ઓપ્શન્સ યથાવત છે.
7/8
ફેસલિફ્ટ મોડલ હોવાના કારણે તેમાં અનેક નવા ફીચર્સ અને અપડેટ ઉમેરવામાં આવ્યા છે. ક્રેટા ફેસલિફ્ટના ફ્રન્ટમાં મોટી ગ્રિલ આપવામાં આવી છે. બમ્પરને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. ફોગ લેમ્પ્સ આડા છે, જૂના મોડલમાં તે ઊભા હતા.
8/8
દેશમાં કંપનીના અનેક ડીલરશિપ્સ પર પ્રી બુકિંગ થયું હતું. જૂના મોડલની તુલનાએ નવા મોડલનો ફ્રન્ટ લુક વધારે બોલ્ડ છે અને તેમાં ક્રોમ ટ્રીટમેન્ટ પણ છે.