૧૯૯રના સિકયુરીટી સ્કેમમાં એનએચબી, એસબીઆઇ અને અન્ય બેંકો તથા નાણાકીય સંસ્થાઓ સામેલ હતી. આ મામલો ૭૦૦ કરોડ રૂપિયાનો હતો. સીબીઆઇએ કહ્યુ છે કે બેંક ઓફિસરોએ ફંડ હર્ષદ મહેતાના ખાતામાં જમા કરાવ્યું હતું ત્યારે જણાવ્યુ હતુ કે, એસબીઆઇ પાસેથી સિકયુરીટી ખરીદી છે. એ વખતે નકલી દસ્તાવેજો સ્ટોક બ્રોકરોની મદદથી બનાવાયા હતા. આ વ્યવહાર માટે ૭૦૦ કરોડના ૧૦ ચેક ઇસ્યુ કરાવવામાં આવ્યા હતા.
2/5
ઉપરાંતો કોર્ટે દોષિતો પર ૧૧.૯પ લાખનો દંડ પણ ફટકાર્યો છે. ત્રણ આરોપીઓને છોડી મુકવામાં આવ્યા છે જેમાં હર્ષદ મહેતાના એક વધુ કઝીન હિતેન મહેતા પણ છે. જે કૌભાંડ સમયે ૧૯ વર્ષનો હતો.
3/5
કોર્ટે હર્ષદ મહેતાના સગાભાઇ સુધીર મહેતા અને કઝીન દિપક મહેતાને દોષિત ઠેરવ્યા છે. દિપક મહેતા સ્ટોક બ્રોકર હતો. આ સિવાય નેશનલ હાઉસીંગ બેંકના અધિકારી સી.રવિકુમાર અને સુરેશબાબુ, એસબીઆઇના અધિકારી આર.સીતારમણ અને સ્ટોક બ્રોકર અતુલ પારેખને પણ દોષિત ઠેરવાયા છે. કોર્ટે તેઓને છેતરપીંડી, ષડયંત્ર , ગુન્હાહીત વિશ્વાસઘાત સાથે જોડાયેલી આઇપીસીની કલમો અને ભ્રષ્ટાચાર નિરોધક કાનૂન હેઠળ દોષિત ઠેરવ્યા છે. દોષિતોને છ મહિનાથી ૪ વર્ષ સુધીની સજા થઇ શકે છે.
4/5
દોષિતોની દાયકાથી માનસિ અને શારિરીક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓના સામનો કરતા હોવાથી તેમને માફ કરવા જોઈએ તેવી દલીલને જસ્ટીસ સાલિની ફનસાલકર જોષીએ ફગાવી દીધી છે. જજે પોતાના આદેશમાં કહ્યું કે, એ સાચુ છે કે આ મામલામાં ગુન્હો ઘણા વર્ષો પહેલા ૧૯૯રમાં થયો હતો અને આટલા વર્ષમાં આરોપીઓએ માનસિક અને શારીરિક કષ્ટનો સામનો કરવો પડ્યો છે. પરંતુ અપરાધની ગંભીરતાને પણ ધ્યાને લેવી જોઇએ. કોર્ટે કહ્યુ છે કે અપરાધ ઘણો જ ગંભીર પ્રકૃતિનો છે એટલુ જ નહિ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી છેતરપીંડી થકી કરોડો રૂપિયા કાઢી લેવાનો મામલો છે. આ કૌભાંડને પગલે દેશની અર્થવ્યવસ્થા હલબલી ઉઠી હતી.
5/5
મુંબઈ: ૧૯૯૦ના દાયકાના બહુચર્ચિત હર્ષદ મહેતા શેર કૌભાંડમાં ર૪ વર્ષ બાદ ફેંસલો આવ્યો છે. મુંબઇ સ્થિત એક સ્પેશ્યલ કોર્ટે હર્ષદ મહેતાના ભાઇ સુધીર મહેતા અને પાંચ અન્યોને ૭૦૦ કરોડ રૂપિયાથી વધુના કૌભાંડમાં દોષિત ઠેરવ્યા છે. દોષિતોમાં બેંકના વરિષ્ઠ અધિકારી અને સ્ટોક બ્રોકર પણ સામેલ છે. કૌભાંડના મુખ્ય આરોપી હર્ષદ મહેતાનું ર૦૦રમાં મોત થયુ હતુ અને તે પછી તેમની વિરૂધ્ધ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. નેશનલ હાઉસીંગ બેંક સાથે છેતરપીંડી કરવાનો આ મામલો છે.