સર્વિસ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. રૂ. 50 લાખ સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઈડરને કંપોઝીશન સ્કીમનો ફાયદો મળશે. તેમણે માત્ર 6 ટકા ટેક્સ આપવાનો રહેશે.
2/3
કંપોઝીશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી દેવામાં આવી છે. કંપોઝીશન સ્કીમ અંર્તગત આવનાર વેપારીઓને દર ત્રિમાસીક ટેક્સ જમા કરાવવો પડશે પરંતુ રિર્ટન વર્ષમાં એક જ વાર ભરી શકશે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે. કંપોઝીશન સ્કીમ અંર્તગત વેપારીઓ માચે ટેક્સનો દર ફિક્સ રાખવામાં આવશે.
3/3
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા સરકાર સતત નવી-નવી જાહેરાત કરી રહી છે. જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપી છે. ગુરુવારે કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશનમાં છૂટ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 20 લાખથી વધારીને રૂ. 40 લાખ સુધીની કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે પહાડી રાજ્યોમાં આ સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદ કરી આ વાતની જાહેરાત કરી હતી. આજે જીએસટી કાઉન્સિલની 32મી બેઠક હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.