કેન્દ્ર સરકારે ક્રૂડના ભાવ સસ્તા હતા ત્યારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટી 11.77 રૂપિયા અને ડીઝલની 13.47 રૂપિયા વધારી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અને રૂપિયો નબળો પડતા સાબુ-પેસ્ટ સહિતની એફએમજીસી અને ટીવી-ફ્રીઝ જેવી કન્ઝ્યુર પ્રોડક્ટના ભાવ વધી રહ્યા છે, તેમાં 5થી 8 ટકાનો વધારો થઇ શકે છે.
2/4
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે. શનિવારે એક વખત ફરી કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે પેટ્રોલની કિંમત નવી રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગઈ છે. દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 80.38 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઈએ 72.51 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.
3/4
જ્યારે મુંબઈની વાત કરીએ તો હવે પેટ્રોલ 87.77 રૂપિયા અને ડીઝલ 76.98 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યા છે. હાલમાં તો ભાવવધારાથી રાહતની કોઇ શક્યતા નથી. કારણ કે બુધવારે નાણામંત્રી અરુણ જેટલીએ આ ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે બીજી બાજુ રૂપિયો વધુ ને વધુ નબળો પડી રહ્યો છે અને ક્રૂડ મોંઘુ થતું જાય છે.
4/4
આ વર્ષે ડોલર સામે રૂપિયો 12 ટકા ઘટયો છે. જેના લીધે આયાત મોંઘી થઇ છે. પરિણામે હિન્દુસ્તાન લિવર, મેરિકો, કોલગેટ ઉપરાંત એલએન્ડટી, હાયર અને ગોદરેજની પ્રોડક્ટમાં 4થી 7 ટકાનો વધારો ઓલરેડી થઇ ગયો છે. શાઓમી પણ ભાવવધારાની વાત કહી છે.