મુંબઈઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના શાહી લગ્નની ચર્ચા અનેક દિવસો સુધી થઈ હતી. હવે ઇશા અંબાણીએ વોગ મેગેઝિન માટે કરાવેલું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. વોગ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરતી ઈશાના આ ફોટોશૂટની તસવીરો શેર કરવામાં આવી છે.
2/7
3/7
4/7
તસવીર સૌજન્ય વોગ ઇન્ડિયા
5/7
ઈશા અંબાણીએ આ ઈન્ટરવ્યુમાં તેના જન્મ સાથે સંકળાયેલી એક ખાસ વાત જણાવી હતી. જે આજ સુધી ફેન્સને કદાચ ખબર નહોતી. ઈશાએ કહ્યું કે, માતા નીતા અંબાણીનો ખોળો સાત વર્ષ સુધી નહોતો ભરાયો. જે બાદ આઈવીએફ ટેકનોલોજીથી મારો અને આકાશનો જન્મ થયો હતો.
6/7
પોતાના ભાવિ પ્લાન અંગે ઈશાએ કહ્યું કે, મુંબઈમાં એક એવું મ્યૂઝિયમ બનાવું, જ્યાં વિશ્વભરમાં લોકો આવે તેવું મારું સપનું છે. જ્યારે કોઇ કહે કે તમે તમારા માતા-પિતાના વારસાને આગળ વધારી રહ્યા છો ત્યારે ગર્વ અનુભવું છું.
7/7
વોગ મેગેઝિન માટે કરાવેલા ફોટોશૂટમાં ઈશા અંબાણીનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ ફોટોશૂટની સાથે ઈશા અંબાણીએ વોગ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેના લગ્ન અંગે પણ વાતો કરી હતી.