જો ગ્રાહક હેલો ટ્યૂન સેટ કરવાની ઈચ્છા નથી રાખતા તો તેઓ 199 રૂપિયાનો પ્લાન લઈ શકે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલ સાથે દરરોજ 1.4 GB ડેટા આપવામાં આવે છે. બંને પ્લાનમાં લોકલ/STD અને રોમિંગ ફ્રી છે. આ સાથે જ દરરોજ 100SMS અને એરટેલ TV એપ એક્સેસ પણ મળશે.
2/3
એરટેલનો આ નવો પ્લાન 199 રૂપિયાના પ્લાનની જેવો જ છે. 219 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1.4GB ડેટા ગ્રાહકોને મળશે. આ સાથે જ ફ્રી હેલો ટ્યૂન પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એરટેલનો આ પ્લાન એ ગ્રાહકો માટે છે જે પોતાના નંબર પર કૉલર ટ્યૂન સેટ કરાવવા માંગે છે. ઉલ્લેખનીય છે જિયો કૉલર ટ્યૂનની સેવા ફ્રીમાં આપી રહ્યું છે.
3/3
નવી દિલ્લી: મોબાઈલ ડેટાની વાત કરવામાં આવે તો માર્કેટમાં આજે પણ જિયોનો દબદબો કાયમ છે. એરટેલ સહિત તમામ કંપનીઓ સારી-સારી ઓફર્સ ગ્રાહકો માટે રજૂ કરતું રહે છે, પરંતુ જિયોને ટક્કર આપવા માટે કંઈક કમી રહી જાય છે. હવે જિયોના 149 રૂપિયા અને 198 રૂપિયા વાળા પ્લાનને ટક્કર આપવા એરટેલે 219 રૂપિયાનો પ્રીપેડ પેક લોન્ચ કર્યો છે.