શોધખોળ કરો
Airtel લાવી નવી V-Fiber સર્વિસ, અનલિમિટેડ ફ્રી-વોયસ કોલિંગની સાથે જાણો કેટલી મળશે સ્પીડ
1/4

કંપનીએ પોતાના તમામ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે અનલિમિટેડ ફ્રી-વોયસ કોલિંગ પણ ઓફર કરી રહી છે. આ સર્વિસ પહેલા થોડાક જ બ્રોડબેન્ડ પ્લાન સાથી જ હતી, જે હવે તમામ પ્લાનની સાથે હશે. તેના દ્વારા ગ્રાહક દેશના કોઈપણ નેટવર્ક પર ફ્રીમાં કોલિંગ કરી શકશે.
2/4

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, V-Fiber દ્વારા એરટેલ ગ્રાહકોના બ્રોડબેન્ડ સુપરફાસ્ટ ડેટા સ્પીડમાં ફેરવાઈ જશે, જેનાથી ગ્રાહકો HD વીડિયો સ્ટ્રીમિંગ અને હેવી ડાઉનલોડ્સનો લાભ લઈ શકશે. જોકે તેના માટે તેણે નવા મોડેમ ખરીદવા પડશે. હાલમાં એરટેલ બ્રોડબેન્ડ ગ્રાહક હાલના પ્લાનની સાથે જ V-Fiber સ્પીડ સર્વિસમાં અપગ્રેડ કરી શકે છે, તેના માટે કોઈ વધારાની ફીર નહીં લેવામાં આવે. જોકે ગ્રાહકોએ નવું મોડેમ ખરીદવું પડશે, અને જો સર્વિસ ન ગમે તો એક મહિનાની અંદર મોડેમ ચાર્જ પરત કરવામાં આવશે. ઉપરાંત નવા ગ્રાહકો માટે ત્રણ મહિનાની ટ્રાયલ પણ ઉપલબ્ધ છે.
Published at : 14 Oct 2016 11:44 AM (IST)
View More





















