ગૌહાટી ચા હરાજી કેન્દ્રના વિક્રેતા સંઘના સચિવ દેનેશ બિહાનીએ એક નિવેદનમાં કહ્યું કે, અરૂણાચલ પ્રદેશના ડોનીઈ પોલો ચાના બગીચામાં ઉગાડવામાં આવેલી ગોલ્ડન નીડલ્સ જાતની ચા કાલે થયેલી હરાજીમાં 40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ છે. આસામના એક વેપારીએ આ ચા ખરીદી છે. બિહાનીએ કહ્યું કે, ગોલ્ડન નીડલ્સ જાતની ચાને પાણીમાં ઉકાળવા પર પાણીનો રંગ સોનેરી ચમકદાર દેખાય છે. તેનો સ્વાદ મીઠો છે અને સુગંધી પણ ખુબ સરસ છે.
2/3
અરૂણાચલના બગીચાની ચા ગૌહાટી ચા હરાજી કેન્દ્ર પર 40 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાઈ છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. આ પહેલા ગત મહિને આસામની એક વેરાયટીની ચાને હરાજીમાં 39,001 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ભાવ મળ્યો હતો.
3/3
નવી દિલ્હીઃ ભારતની ચાની કિંમતના રેકોર્ડ બનવા અને તૂટવાનું જારી જ છે. એક મહિનાની અંદર બનેલ રેકોર્ટ તૂટી ગયો છે. આ વખતે એક વેરાયટીની ચા 40,000 રૂપિયા કિલો વેચાઈ છે. આસામના બગીચા પોતાની વિશ્વ પ્રસિદ્ધ ચા માટે જાણીતા છે. જોકે હાલમાં જ તેને અરૂણાચલ પ્રદેશના ચાના બગીચાઓ તરફતી સારો પડકાર મળી રહ્યો છે. ગૌહાટી ટી ઓક્શન સેન્ટર (જીટીએસી)એ એક મહિનાની અંદર બીજી વખત ઈતિહાસ રચતા વર્લ્ડ રેકોર્ડ કિંમત પર ચાનું વેચાણ કર્યું છે.