શોધખોળ કરો
Jioને ટક્કર આપવા BSNLનો નવો પ્લાન, 75 રૂપિયામાં આપશે આટલું બધું

1/4

હજુ એ સ્પષ્ટ નથી કે BSNL 75 રૂપિયાવાળા આ નવા પેકને આગામી દિવસોમાં બીજા સર્કલમાં પણ લૉન્ચ કરશે કે નહીં. અગાઉ આ અઠવાડિયે જ કંપનીએ રિલાયન્સ જિયોના 198 રૂપિયાવાળા રીચાર્જ પેકને ટક્કર આપવા માટે 171 રૂપિયાવાળો BSNL પેક લૉન્ચ કર્યો હતો.
2/4

નોંધનીય છે કે, 75 રૂપિયાવાળા આ પ્લાને રિલાયન્સ જિયોના 98 રૂપિયાવાળા પ્લાનને ટક્કર આપી છે. જિયોના પેકમાં 28 દિવસ માટે 2જીબી 4જી ડેટા અને 300 એસએમએસ તથા અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
3/4

નવી દિલ્હીઃ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ કોઈને કોઈ સસ્તી ઓફર લઈને આવતી જ રહે છે. આ વખતે બીએસએનલ એક ઓફર લઈને આવી છે. અહેવાલ અનુસાર બીએસએનલ 75 રૂપિયાના રીચાર્જવાળું પેક લોન્ચ કર્યું છે. બીએસએલના 75 રૂપિયાવાળા પ્રીપેડ રીચાર્જ પેકમાં યૂઝર્સને અનલિમિટેડ વોયસ કોલ, 10 જીબી ડેટા અને 500 એસએમએસ જેવી સુવિધાઓ મળશે. આ રિચાર્જ પેકની વેલિડિટી 15 દિવસ છે, જોકે આ પેકની વેલિડીટી વધારી શકાય છે.
4/4

ટેલિકોમના રિપોર્ટ મુજબ 75 રૂપિયાવાળું BSNL રીચાર્જ આંધ્ર પ્રદેશ અને તેલંગણા સર્કલમાં ઉપલબ્ધ છે. આ નવા પેકમાં 10જીબી 2જી અને 3જી ડેટાની સાથે અનલિમિટેડ વોઈસ કૉલ્સ અને 500 એસએમએસ 15 દિવસ માટે મળશે તેવા અહેવાલ છે.
Published at : 30 Jul 2018 08:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
ગુજરાત
બિઝનેસ
Advertisement
