રિલાયન્સ jioએ તેના દરેક પ્લાનમાં રોજનો 1.5GB ડેટા ફ્રી આપવાની ઓફર કરી છે. રિલાયન્સ જિયોની આ ઓફરને લઈ દરેક કંપનીઓ આ પ્રકારનો પ્લાન લાવવા મજબૂર બની છે.
2/5
બીએસએનએલના આ પ્લાનમાં યૂઝરને માત્ર ડેટા જ મળશે. તેમાં કોલિંગ કે એસએમએસ જેવી સુવિધા નહીં મળે.
3/5
આ પહેલા પણ બીએસએનએલ દ્વારા આઈપીએલ 2018માં આવો પ્લાન રજૂ કરાયો હતો. 51 દિવસની વેલિડિટી ધરાવતાં પ્લાનમાં રોજ 3જીબી ડેટા મળતો હતો. આ પ્લાનની કિંમત 248 રૂપિયા હતી.
4/5
આ પ્લાન 14 જૂનથી લઈ 15 જુલાઈ સુધી માન્ય રહેશે. ફિફા વર્લ્ડ કપ દરમિયાન ઓફરનો લાભ ઉઠાવી શકાશે. મુંબઈ અને દિલ્હીને બાદ કરતાં બીએસએનએલના તમામ સર્કલમાં ઓફરનો લાભ મળશે.
5/5
નવી દિલ્હીઃ BSNL દ્વારા રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ફિફા વર્લ્ડ કપ માટે FIFA World Cup Special STV 149 રજૂ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરને દરરોજ હાઇ સ્પીડનો 4GB ડેટા મળશે.