નોંધનયી છે કે, બ્રિટનની અદાલતે 31 જુલાઈએ ભારતીય અધિકારીઓને તે બેરેકનો વીડિયો બનાવીને મોકલવા માટે કહ્યું હતું જેમાં માલ્યાના રાખવાનું આયોજન છે. ભારતે આ પહેલા બ્રિટનની કોર્ટને જાણકારી આપી હતી કે આર્થર જેલની સુરક્ષા વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય માપદંડોને સમકક્ષની છે.
2/4
આ વીડિયો ડોક્યુમેન્ટ્રીમાં બતાવાયું છે કે બેરેકની બારીમાં લોખંડના સળિયા છે અને તે પૂર્વ તરફ છે. આ કારણે કોરિડોરથી થઈને તેમાં કુદરતી પ્રકાશ અને હવા આવે છે. અહીં માલ્યાને અન્ય કેદીઓની જેમ લાઈબ્રેરીની સુવિધા પણ મળશે. વીડિયો દ્વારા કોર્ટને જણાવાયું કે બેરેક નંબર 12નું કમ્પાઉન્ડ અલગ છે અને તેમાં 6 લોકોને રાખવાની ક્ષમતા છે.
3/4
નવી દિલ્હીઃ લિકર કિંગ વિજય માલ્યા વિરૂદ્ધ સીબીઆઈએ ગાળીયો વધુ મજબૂત કર્યો છે. સીબીઆઈએ લંડનની કોર્ટમાં જેલનો વીડિયો રજૂ કર્યો છે. હકીકતમાં વિજય માલ્યાએ બ્રિટનની અદાલતમાં કહ્યું હતું કે આર્થર રોડ જેલની 12 નંબર બેરેકમાં પર્યાપ્ત પ્રાકૃતિક પ્રકાશ પણ નથી. માલ્યાના આ દાવાને નકારી કાઢવા માટે સીબીઆઈએ આઠ મિનિટનો વીડિયો મેજીસ્ટ્રેટની અદાલતમાં રજૂ કર્યો.
4/4
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, વીડિયોમાં સ્પષ્ટ બતાવાયું છે કે બેરેક નંબર 12માં પૂરતો પ્રકાશ છે. આ બેરેક એટલી મોટી છે કે માલ્યા તેમાં ફરી પણ શકે છે. બેરેકમાં નહાવાની જગ્યા, એક પર્સનલ ટોઈલેટ અને એક ટીવી છે. કોર્ટને જણાવાયું કે માલ્યાને ત્યાં સ્વસ્છ બેડ, ચાદર અને તકિયો પણ આપવામાં આવશે.