શોધખોળ કરો
PNB કૌભાંડ: હોંગકોંગમાં EDએ નીરવ મોદીની 255 કરોડની સંપત્તિ જપ્ત કરી
1/3

નવી દિલ્હી: ઈડીએ ગુરૂવારે પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડ મામલે હોંગકોંગમાં નીરવ મોદીની 255 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલે અત્યાર સુધીમાં નીરવ મોદીની 4744 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ અગાઉ ઈડીએ પંજાબ નેશનલ બેન્ક સાથે કરેલા 13,000 કરોડના કૌભાંડ મામલે મેહુલ ચોકસી સહિત અન્યની 218 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
2/3

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ સૂરતની એક કોર્ટે પણ હીરા વેપારી નીરવ મોદીને ટેક્સ ચોરી મામલે ભાગેડૂ જાહેર કર્યો હતો. ડીઆરઆઈએ હીરાની આયાત પર લાગતા ટેક્સની ચોરી મામલે તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
Published at : 25 Oct 2018 03:52 PM (IST)
View More





















