શોધખોળ કરો
અંબાણીની કંપની સામે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી, 550 કરોડ રૂપિયા ન ચુકવ્યાનો છે આરોપ, જાણો વિગત
1/4

રિલાયન્સે ડેડલાઇન પૂરી થઈ ગયા હોવા છતાં ચુકવણી કરી નથી. જે બાદ એરિક્સન આ મુદ્દે ફરીથી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. ઈકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ રિલાયન્સ કમ્યુનિકેશને એરિક્સનને આ ડેડલાઇન 60 દિવસ સુધી વધારવા અપીલ કરી હતી, પરંતુ એરિક્સને આ વાતને ફગાવી દીધી હતી. બાકી દેવું નહીં ચુકવવાના કારણે રિલાયન્સને દેવાળું ફૂંકેલી કંપનીમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
2/4

નવી દિલ્હીઃ ટેલિકોમ ઉપકરણો બનાવતી સ્વીડિશ કંપની એરિક્સને રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી સામે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની અવગણના કરવા સંદર્ભે એક અરજી દાખલ કરી છે. એરિક્સને આ અરજી નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં 550 કરોડ રૂપિયા નહીં ચુકવવાના કારણે કરી છે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કમ્યુનિકેશનને સપ્ટેમ્બરના અંત સુધીમાં એરિક્સનને લેણાની બાકી રકમ ચુકવવા આદેશ કર્યો હતો.
Published at : 03 Oct 2018 07:49 AM (IST)
View More





















