શોધખોળ કરો
જાણો, GSTમાં અલગ અલગ વસ્તુઓ અને સેવાઓ પર શું હોઈ શકે છે ટેક્સના દર
1/5

2/5

આની પાછળનો હેતુ ગરીબ લોકો દ્વારા વપરાશમાં આવતી વસ્તુઓ પર સ્ટાન્ડર્ડ રેટથી ઓછા દરે કર લગાવવાનો છે. બહુમુલ્ય વસ્તુઓ, આવશ્યક ખાદ્ય વસ્તુઓ પર ૬ ટકાના ન્યુનતમ દર પર કર લાગી શકે છે તો રાજયો દ્વારા હાલમાં એકસાઇઝ ડયુટીથી મુકત વસ્તુઓ પર ૧ર ટકાનો કર પ્રસ્તાવિત કરવામાં આવે તેવી શકયતા છે. સરકારના એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે અને હાલ ચાર કર દાયરા (સ્લેબ) ઉપર વિચાર કરી રહ્યા છે જેમાં અધિકતમ દર ર૬ ટકા રહેશે. જે લીમીટેડ ડીમેરીટ આઇટમો માટે પ્રસ્તાવિત ૪૦ ટકાના દરથી ઓછો છે. ર૬ ટકાનો દર વધુ વસ્તુઓ પર લગાડવામાં આવી શકે છે જેને સામાન્ય રીતે શ્રીમંત લોકો ઉપયોગમાં લેતા હોય છે આનાથી રાજયોની ચિંતાઓ પણ ઘણા ખરા અંશે દુર થઇ શકે છે. રાજયો સ્ટાન્ડર્ડ રેટ રર ટકા રાખવા આગ્રહ કરી રહ્યા છે તો કેન્દ્ર સરકાર તેને ૧૮ ટકા રાખવા માંગે છે. ઉચ્ચ સ્લેબને ઘટાડી તેના દાયરામાં વધુ વસ્તુઓને લાવવામાં આવશે કે જે કેન્દ્ર અને રાજયો વચ્ચે સહમતી બનવામાં મહત્વનું બનશે.
Published at : 19 Oct 2016 10:17 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















