હાલમાં એ નક્કી નથી થયું કે ઇમાનદાર ટેક્સ પેયર્સને કેવા પ્રકારનું ઇનામ આપવામાં આવશે. CBDTની સમિતિ તેના પર વિચાર કરીને નિર્ણય કરશે. તે અંતર્ગત અનેક પગલા લેવામાં આવી શકે છે.
2/4
આ રીતે જાપાન, ફિલીપિન્સ અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ટેક્સ ભરનારનું સન્મામ કરવામાં આવે છે. જાપાનમાં આ રીતે ટેક્સપેયરની ત્યાંની રાજા સાથે તસવીર ખેંચવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં ઇમાનદાર ટેક્સપેયર્સને એરપોર્ટ પર VIP રૂમ અને ફ્રી પાર્કિંગની સુવિધા મળે છે.
3/4
સરકાર બ્લેક મની બહાર લાવવા માટે અનેક પગલા લઈ રહી છે. તેમાં બેનામી કાયદો બનાવવામાં આવ્યો છે. હવે સરકારને લાગે છે કે ઇમાનદાર ટેક્સપેયર્સને ઇનામ પણ મળવું જોઈએ. તેનાથી વધુમાં વધુ લોકો ટેક્સ ભરશે. CBDTની સમિતી રિવોર્ડ પ્રોગ્રામ પર કામ કરશે. તે અંતર્ગત વધારે ટેક્સ ભરવો એવી કોઈ શરત નહીં હોય. સમય પર ટેક્સ ભરનાર, જેના પર પેનલ્ટી નથી લાગી અને રેડ નથી પડી એવા લોકોની પસંદગી કરવામાં આવશે.
4/4
નવી દિલ્હીઃ જો તમે સમયસર ટેક્સ ભરો છો તો તમને રાજ્યના ગવર્નરની સાથે ચા, એરપોર્ટ પર ચેકઈન, પાસપોર્ટ, ટોલ લાઈનમાં પ્રાથમિકતા મળી શકે છે. એટલું જ નહીં એરપોર્ટ લાઉંજમાં તમને રહેવા માટે પણ મળશે. મીડિયા અહેવાલ અનુસાર ઇમાનદાર ટેક્સપેયર્સ માટે ઇન્સેન્ટિવ અને રિવોર્ડ કાર્યક્રમ શરૂ કરવા પર વિચાર કરી રહી છે સરકાર. તેના માટે CBDT (Central Board of Direct Taxes)ની કમિટી બનાવવામાં આવી છે. જે આ સ્કીમ પર કામ કરશે.