હાલ ભારતમાં ઈ-કોમર્સનું માર્કેટ 25 અબજ ડોલરનું છે, જે આગામી દાયકામાં 200 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. આ સેક્ટરમાં વધી રહેલી ગતિવિધિના કારણે દિગ્ગજ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને રિટેલ પ્લેયર્સ વોલમાર્ટ, સોફ્ટબેંક, અલીબાબા, ટાઇગર ગ્લોબલ જેવી કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. ડ્રાફ્ટ પોલિસીમાં અનેક ખામીઓ પર નિયંત્રણ લગાવવાનો પણ પ્રસ્તાવ છે. ડ્રાફ્ટમાં ન માત્ર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા માર્કેટપ્લેસ નહીં પરંતુ ગ્રુપની કંપનીઓ પણ નિયંત્રણ લગાવવાની વાત કરવામાં આવી છે.
2/4
નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગમાં ભારે ડિસ્કાઉન્ટ મેળવનારા લોકો માટે આ સમાચાર ઝટકા સમાન સાબિત થઈ શકે છે. સરકારા એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ પર નજર રાખવાની તૈયારી કરી છે. સોમવારે સરકારે ઈ-કોમર્સ પોલિસી ડ્રાફ્ટને સંબંધિત પક્ષો સમક્ષ ચર્ચા માટે રજૂ કર્યું હતું.
3/4
કન્ઝ્યૂમર પ્રોટક્શન અને ગ્રીવેન્સ રીડ્રેસલ, એફડીઆઈ, ડેટાનું લોકલ સ્ટોરેજ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું વિલય તથા અધિગ્રહણના મુદ્દાની વાત પણ કરવામાં આવી છે. સામાન્ય લોકો પાસેથ અભિપ્રાય લીધા બાદ તેમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.
4/4
પોલિસી ડ્રાફ્ટમાં પ્રસ્તાવ આપવામાં આવ્યોછે કે, સેક્ટર પર દેખરેખ રાખી શકાય તે માટે આ પ્રકારની છૂટ એક નિશ્ચિત તારીખ બાદ રોકવી જોઈએ. ઝડપથી ગ્રોથ કરી રહેલા ઓનલાઈન રિટેલ સેક્ટરને લઈ આ પ્રથમ પ્રસ્તાવ છે. જેમાં ફૂડ ડિલિવરી સાઇટ્સ જેવીકે સ્વિગિ અને ઝોમેટોને પણ સામેલ કરવાની વાત કરવામાં આવી છે. ઓનલાઈન સર્વિસ એગ્રિગેટર્સ જેવા અર્બન ક્લેપ અને ફાઇનાન્સિયલ સર્વિસિઝ તથા પેમેન્ટ એપ પેટીએમ અને પોલિસીબાજારને પણ આ અંતર્ગત લાવવાનો પ્રસ્તાવ અપાયો છે.