નવી દિલ્હીઃ જો તમે રેલવે સ્ટેશન પર પહોંચી તમારી ટ્રેન પર લાગેલ રિઝર્વેંશન ચાર્ટથી તમારી સીટની જાણકારી મેળવો છો તો તમારી આ આદત હવે બદલાઈ જશે. રેલવેએ ટ્રેન પર રિઝર્વેશન ચાર્ટ લગાવવાની વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. નવી વ્યવસ્થા અંતર્ગત દેશના કોઈપણ રેલવે સ્ટેશન પર ટ્રનો પર રિઝર્વેશન ચાર્ટ નહીં લગાવવામાં આવે. આ મામલે રેલવે મંત્રાલય તરફતી સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. રેલવે મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ નિર્દેશો અનુસાર તમામ રેલવે ઝોને તાત્કાલીક અસરથી રિઝર્વેશન ચાર્ટ લગાવવાની વ્યવસ્થા બંધ કરવાના આદેશ આપ્યા છે. જોકે રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ પર ચાર્ડ બોર્ડ પર રિઝર્વેશન ચાર્ટ લગાવવાની વ્યવસ્થા હાલમાં જારી રહેશે.
2/3
રેલવે રિઝર્વેશન વ્યવસ્થાને પેપરલેસ બનાવવા માટે છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે. એક વર્ષ પહેલા જ રિઝર્વ કોચની બહાર રિઝર્વેશન ચાર્ટ ન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં માત્ર છ રેલવે સ્ટેશન પર જ ડિજિટલ રિઝર્વેશન ચાર્ટ લગાવવાની વ્યવસ્થા છે. જે આગમી સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
3/3
રેલવે તરફથી નવી દિલ્હી, નિજામુદ્દીન સહિત દેશના છ રેલવે સ્ટેશનો પર ડિજિટલ રિઝર્વેશન ચાર્ટ સ્ક્રીન લગાવવામાં આવી છે. એવામાં આ સ્ટેશનો પર પ્લેટફોર્મ પર પણ રિઝર્વેંશન ચાર્ટ લગાવવાની વ્યવસ્થાને ખત્મ કરવામાં આવી છે. જ્યારે રેલવે આવનારા દિવસોમાં સ્ટેશનો પર વધુમાં વધુ સંખ્યામાં આ પ્રકારની ડિજિટલ સ્ક્રીન લગાવવાની તૈયારી કરી રહી છે. રેલવે સ્ટેશનનો ઉદેશ્ય રિઝર્વેશન ચાર્ટની વ્યવસ્થાને સંપૂર્ણ રીતે પેપરલેસ બનાવવાનું છે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર મોટી સંખ્યામાં રેલવે પ્રવાસીઓની ટિકિટ કન્ફર્મ હોવા પર મેસેજ મોકલવામાં આવે છે. એવામાં રિઝર્વેશન ચાર્ટની જરૂરતનું મહત્ત્વ ઘણું ઓછું થઈ ગયું છે.