શરૂઆતના આઠમા વર્ષમાં આ ટ્રસ્ટ સાથે દુનિયાભરના પરોપકારી લોકો જોડાઈ ચૂક્યા છે. આમા, કેનેડા, ભારત. યુએઈ અને અમેરિકાના અબજોપતિઓ શામેલ છે.
2/6
પોતાના દાનપત્રમાં નંદને ભગવદગીતાના શ્લોકનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ‘આપણને કર્તવ્ય કરવાનો અધિકાર છે પણ તેનું ફળ મેળવવાનો અધિકાર નથી. એ અઘરું છે કે, આપણે માત્ર ભયથી કર્મહીન બનેલા રહીએ કે, આપણને કોઈ લાભ થવાનો નથી. આપણે તે દરેક વસ્તુ આપી દેવી જોઈએ જે આપણી પાસે સર્વશ્રેષ્ઠ છે.’
3/6
નંદનની પત્ની રોહિણી ‘અર્ધ્યમ’ની સંસ્થાપક અને ચેરપર્સન છે. આ ફાઉન્ડેશન જળસંચય અને સાફ-સફાઈના ક્ષેત્રમાં કામ કરે છે. આ સંગઠન સમગ્ર ભારતમાં આવી યોજનાઓને રૂપિયા આપે છે.
4/6
નંદન નિલકેણિ ઈન્ફોસિસ ઉપરાંત ‘એકસ્ટેપ’ના પણ કો-ફાઉન્ડર છે. આ એક NGO છે જે દેશના 20 કરોડથી વધુ બાળકોને જ્ઞાન આધારિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી તેમની શીખવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.
5/6
અન્ય દાનવીરોમાં નીલકેણિ દંપતી ઉપરાંત અનીલ અને અલ્લિસન ભૂસરી, શમશીર અને શબીના વાયાલિલ, બીઆર શેટ્ટી અને તેમની પત્ની ચંદ્રકુમારી રઘુરામ શેટ્ટી શામેલ છે. આ બધા એ 14 દાનવીરોમાં શામેલ છે જેમણે ગત વર્ષે આ અભિયાનમાં શામેલ થવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી આ અભિયાનમાં 22 દેશોના 183 લોકો શામેલ થઈ ચૂક્યા છે. આ અભિયાન 2010માં 40 અમેરિકન દાનવીરોના સંકલ્પથી શરૂ થયો હતો.
6/6
ન્યૂયોર્કઃ આઈટી કંપની ઇન્ફોસિસના સહ સ્થાપક નંદન નિલેકણિ, તેની પત્ની રોહિણી નિલેકણિએ પોતાની અડધી સંપત્તિ દાન કરી દીધી છે. ઉપરાંત ભારતીય મૂળના ત્રણ ઉદ્યોગપતિઓએ બિલ ગેટ્સ, મેલિન્ડા ગેટ્સ તથા વોરેન બફેટ દ્વારા શરૂ કરવામાં આવેલ સમાજ કલ્યાણકારી અભિયાન ‘ગિવિંગ પ્લેજ’ સાથે જોડાતા પોતાની અડધી સંપત્તિ સમાજ કાર્ય માટે દાન કરવાની જાહેરાત કરી છે.