શોધખોળ કરો
Whatsapp પર જોઈ શકાશે ટ્રેનનું લાઈવ સ્ટેટસ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ
1/4

આ સેવાનો લાભ લેવા માટે મુસાફરોએ પોતાના મોબાઈલમાં 7349389104 નંબર સેવ કરીને રાખવો પડશે. આ જ નંબરથી જાણકારી મેળવી શકાશે. જ્યારે પણ યાત્રીને ટ્રેન અપડેટની આવશ્યકતા હશે ત્યારે તે નંબર પર ટ્રેન નંબર વોટ્સએપ કરવાનો રહેશે. જેથી મુસાફરોને ટ્રેનની તમામ ડિટેઈલ મળી જશે. જો સર્વર વ્યસ્ત નહિ હોય તો મુસાફરોને ટ્રેનની જાણકારી દસ જ સેકન્ડમાં મળી જશે. વોટ્સએપ પર ટ્રેન નંબર મોકલ્યા પછી જો મેસેજ પર બે બ્લૂ ટિક જોવા મળે તો તમારો મેસેજ સફળતાપૂર્વક ડિલીવર થઈ ગયો છે તેમ માનવું.
2/4

આ સર્વિસ હેઠળ યાત્રી વોટ્સએપ દ્વારા રિક્વેસ્ટ મોકલીને ટ્રેનનો સમય, બુકિંગ સ્ટેટસ કેન્સલેશન, પ્લેટફોર્મ નંબર વગેરેની જાણકારી મેળવી શકાશે. આ રીતે 139 નંબર પરથી ટ્રેનની જાણકારી મળે છે. તે પણ ઓછી થઈ જશે.
Published at : 25 Jul 2018 07:25 AM (IST)
View More





















