ઈશાએ આગળ કહ્યું કે, મારા પિતા અનેક કલાકો સુધી કામ કરતા રહેતા હતા પરંતુ જ્યારે અમારે જરૂર પડતી ત્યારે અમારી સાથે ઊભા રહેતા હતા. અમે પૈસા, મહેનત અને ઉદારતની કિંમત સમજીએ તે તેમણે નક્કી કર્યું હતું. મારા પેરેન્ટ્સના લગ્નના 7 વર્ષ બાદ હું અને આકાશ જન્મ્યા હતા અને અમે IVF બેબીઝ હતા. જ્યારે અમે જન્મ્યા ત્યારે માતા પૂરો સમય અમને આપવા માંગતી હતી. જ્યારે અમે પાંચ વર્ષના થયા ત્યારે તે કામ પર પરત ફરી પરંતુ તે ટાઇગર મોમ હતી.
2/6
3/6
એક સમૃદ્ધ પરિવારમાં ઉછેરની વાત કરતાં ઈશાએ કહ્યું કે, મારા પેરેન્ટ્સ ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. હું 1991માં જન્મી હતી, તે સમયે ઉદારીકરણનો પ્રવાહ ચાલતો હતો. ભારતીય કંપનીઓને વૈશ્વિક ઓળખ બનાવવાનું સપનું જોવાનો મોકો મળ્યો. મારા પિતાએ પણ આ સપનું પૂરું કરવા માટે આકરી મહેનત કરી અને રિલાયન્સને આ મુકામ સુધી પહોંચાડી.
4/6
મને યાદ છે કે જ્યારે મારી અને માતા વચ્ચે ઝઘડો થતો ત્યારે પપ્પાએ ઉકેલ લાવવા માટે આવવું પડતું હતું. મારી માતા વધારે કડક હતી. જો અમે સ્કૂલ બંક કરવા ઇચ્છતા તો પપ્પા માની જતા પરંતુ માતા અમારા અભ્યાસ અને ખાન-પાનને લઈ ખૂબ સતર્ક રહેતી હતી.
5/6
ઈશા અંબાણીએ તેના વૈવાહિક જીવન અંગે પણ અનેક રોચક વાતો જણાવી હતી. ઈશાએ કહ્યું કે, આનંદ હંમેશા હસતો રહે છે. તેની સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે.
6/6
મુંબઈઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના શાહી લગ્નની ચર્ચા અનેક દિવસો સુધી થઈ હતી. હવે ઇશા અંબાણીએ વોગ મેગેઝિન માટે કરાવેલું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઈશા અંબાણીએ તેની જિંદગીને લઈ અનેક ખુલાસા કર્યા છે.