ગ્રાહકોને એક જ કનેકશનથી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, ડીટીએચ અને લેન્ડલાઈન ફોનની સુવિધા મળશે. જોકે રજિસ્ટ્રેશન માટે એક વખત ડિવાઇસ લગાવવાના 4500 રૂપિયા ખર્ચ કરવા પડશે.
2/4
જિયો ગીગાફાઈબર માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થશે. લોકો આ માટે જિયોની સત્તાવાર વેબસાઇટ કે માયજિયો એપ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યાં સૌથી વધારે રજિસ્ટ્રેશન થશે ત્યાં લોકોને સૌથી પહેલા કનેકશન આપવામાં આવશે.
3/4
કંપની ગ્રાહકો માટે 5 પ્લાન લોન્ચ કરવાની છે. જેની પ્રારંભિક કિંમત 500 રૂપિયા અને મહત્તમ કિંમત 1500 રૂપિયા હોઈ શકે છે. 500 રૂપિયાવાળા પ્લાનમાં લોકોને મહિને 300 GB ડેટા અને 50 Mbpsની સ્પીડ મળશે.
4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો 15 ઓગસ્ટથી સમગ્ર દેશમાં ગીગાફાઈબર યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. કંપની જિયો ગીગાફાઈબરમાં 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયાના પ્લાન આપી રહી છે. દરેક પ્લાનમાં અલગ અલગ ઓફર હશે. જિયો ગ્રાહકોને એક જ કનેકશનથી ત્રણ સુવિધા આપશે. જિયો તરફથી હાલ આ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.